Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

વાપીના ઇન્કમ ટેક્ષ ઇન્સ્પેકટર પોણો લાખની લાંચના છટકામાં ઝડપાયાઃ પીઆઇ સી.એમ. જાડેજાને વધુ એક સફળતા

રાજકોટઃ એક જાગૃત નાગરિક દ્વારા નવસારી એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર સી.એમ.જાડેજાનો સંર્પક કરી જોઇન્ટ ડાયરેકટર ઓફ ઇન્કમટેક્ષ (ઇન્વેસ્ટીગેશન) વાપી .જી.વલસાડમાં ઇન્સ્પેકટર ઓફ ઇન્કમટેક્ષ (ઇન્વેસ્ટીગેશન) તરીકે ફરજ બજાવતા જીતેન્દ્રકુમાર કલ્લુરામ દ્વારા ઇન્કમટેક્ષ રેડ સંદર્ભે પતાવટ કરવા માટે રૂપિયા રૂ.૭૫૦૦૦ હજારની લાંચ માંગ્યાની ફરીયાદ કરી હતી.

ફરીયાદીના કથન મુજબ ફરીયાદીના પોતાના વર્ડીલોપાર્જીત દાગીના ૩ વર્ષ અગાઉ શાહ વીરચંદ ગોવનજી પ્રા.લી. ખાતે વેચેલ હતા ઉકત પેઢીમાં પડેલ ઇન્કમટેક્ષ રેડ અન્વયે ફરીયાદીને એક નોટીસ આપી જરૂરી દસ્તાવેજી પુરાવા સાથે ઇન્કમટેક્ષ ઓફિસે હાજર રહેવા જણાવવામાં આવેલ.

ફરીયાદી ઇન્સ્પેકટર જીતેન્દ્રભાઇને મળતા ફરીયાદીને જણાવેલ કે તમારૂ ટ્રાન્સજેકશન વધુ હોય તમારી પાસે બે રસ્તા છે તમે કાં તો પતાવટ કરો, કાં તો દસથી પંદર લાખ જેટલો ઇન્કમટેક્ષ ભરો તેમ કહેતા ફરીયાદીએ તેઓને પુછેલ કે કેટલામાં પતાવટ થશે? તેમ કેતા રકઝટના અંતે જીતેન્દ્રભાઇએ રૂપીયા ૭૫૦૦૦ હજારમાં પતાવટ કરવામાં નકી કરેલ હતુ.આમ ફરીયાદીને ફરીયાદ આધારે સુરત એકમના મદદનીશ નિયામક એન.પી.ગોહીલના માંગદર્શનમાં નવસારી એ.સી.બી. પોલીસ સ્ટેશનના પી.આઇ. સી.એમ. જાડેજાએ આરોપીને તેની ઓફીસમાંજ રૂપીયા રૂ.૭૫૦૦૦ હજાર સ્વિકારતાં ઝડપી લીધા હતા.

મૂળ કાઠીયાવાડના ચદ્રરાજસિંહ (સી.એમ) જાડેજાએ આ અગાવ પણ દક્ષિણ ગુજરાતમાં એક મહિલા કોર્પોરેટર તથા તેના પતિને લાંચના છટકામાં ઝડપી લઇ સન્નાટો મચાવ્યો હતો.એ.સી.બી. નિયામક કેશવ કુમારે આવી સફળતા બદલ પી.આઇ. સી.એમ.જાડેજાને અભિનંદન પાઠવ્યા હતા.

(8:40 pm IST)