Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

સુરતમાં વધુ એક હત્યા :નવી પારડીની સીમમાં યુવક્ની હત્યા કરી લાશને ગટરમાં ફેંકી દીધી

સુરતમાં હજુ એક ગેંગસ્ટરની હત્યાને હજુ 24 કલાકનો સમય પણ નથી થયો ત્યા નવી પારડી ગામની સીમમાં વધુ એક હત્યાનો બનાવ બન્યો છે. હત્યા કરનાર શખ્સ મૃતદેહને બાંધી ગટરમાં ફેંકી પોતે ફરાર થઈ ગયો હતો.

  જાણવા મમળ્યા મુજબ અજાણ્યા ઈસમે પારડી ગામની સીમમાં એક યુવકની હત્યા કરી લાશને ગટરમાં ફેંકી દિધી હતી. જે બાદ પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

   છેલ્લા કેટલાક દિવસોથી સુરતમાં બની રહેલી હત્યાની ઘટનાઓથી શહેરમાં ફફડાટ ફેલાયો છે. આમ વારંવાર બની રહેલા હત્યાના બનાવો એ પોલીસની કામગીરી પર ચોક્કસથી સવાલો ઉભા કરી રહ્યા છે.

(8:06 pm IST)
  • કચ્છના ભાનાડામાં જમીન મુદ્દે થયેલા ફાયરીંગમાં પિતાનું મોતઃ બે પુત્રોને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પીટલે ખસેડાયાઃ શીખ પરિવારના બે જુથ વચ્ચે અથડામણ access_time 12:40 pm IST

  • જામનગરમાં PI અને PSIની બદલીઓ કરતા જિલ્લા પોલીસ વડા : પાંચ PI અને બે PSIની બદલીઓ કરવામાં આવી : સીટી બી ડિવિઝનના પીઆઇ રવિરાજસિંહ જાડેજાને અમદાવાદ શહેર બદલી કરાઇ : સીટી એ ડિવિઝનના પીઆઇ કે આર સક્સેનાની એસીબીમાં બદલી કરવામાં આવી : સિટી બી ડિવિઝનમાં નવા પીઆઇ તરીકે કે પી જોષીની નિમણૂક : સીટી સી ડિવિઝનના પીઆઇની ખાલી જગ્યા પર યુ સી માર્કન્ડે મુકાયા : સિટી એ ડિવિઝનમાં પીઆઇ તરીકે એમ એમ રાઠોડની નિમણુંક કરાઇ : જ્યારે બે પીએસઆઇની જિલ્લામાં આંતરિક બદલીઓ કરવામાં આવી : જાહેર હિત અને વહીવટી હિત ખાતર બદલીઓ કરતા જિલ્લા પોલીસ વડા પ્રદીપ સેજુળ access_time 2:04 am IST

  • રાત્રે 9.30 કલાકે રાજકોટમાં મહર્ષિ અરવિંદ ટાઉનશીપમાં પાણીનો ટાંકો ફાટ્યો :ટાઉનશીપના સાતમા માળે આવેલ પાંચ હજાર લિટરનો ટાંકો અચાનક ફાટી ગયો :પોપટપરા મુખ્યમંત્રી આવાસ યોજનામાં વધુ એક પાણીનો ટાંકો ફાટતા લોકોમાં કચવાટ ;વધુ વિગત મેળવાઈ રહી છે access_time 9:57 pm IST