Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

સુરતના કામરેજ નજીક હોટલ પાછળથી યુવકની ભેદી સંજોગોમાં લાશ મળી આવતા તપાસ શરૂ

સુરતઃ ગોલ્ડનની હત્યાની શાહી સૂકાઈ નથી ત્યાં કામરેજ નજીક આવેલા નવી પારડીની શિવશક્તિ હોટલ પાછળથી અજાણ્યા યુવકની હત્યા થયેલી લાશ મળી આવી છે. ગટરમાંથી મળેલી લાશના હાથ પગ બાંધીને માથાના ભાગે ઈજા થયેલી લાશ મળી આવતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. અને લાશને પીએમ માટે હોસ્પિટલ ખસેડી છે.

પરપ્રાંતિય જેવા દેખાતા યુવકને કોઈ અન્ય જગ્યાએ હત્યા કરીને નવી પારડી શિવશક્તિ હોટલ પાછળ ફેંકી ગયું હોય અથવા તો અહીં જ ઝઘડામાં હત્યા નીપજાવવામાં આવી હોય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાથ પગ બાંધેલી લાશ હોવાથી કોઈ જૂના ઝઘડામાં હત્યા નીપજાવવામાં આવી હોય તેવી આશંકા સાથે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. હાલ મૃતક યુવકની ઓળખ અને હત્યા પાછળના કારણની સાથે આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

(6:06 pm IST)