Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

બારડોલીના વાલોડમાં પતિ બીજી પત્નીને લઇ ઘરે આવતા પરિણીતાએ બન્નેની ધોલાઈ કરી

બારડોલી:વાલોડ ખાતે રહેતા અને નિઝર તાલુકા પંચાયતમાં નોકરી કરતા તલાટી કમ મંત્રી વતનમાં રહેતી બીજી પત્નીને લઇ ઘરે પહોંચતા પ્રથમ પત્નીએ હાથમાં લાકડી લઇ બંનેને સપાટા મારીને માથું ફોડી નાંખતા બંનેને સપાટા મારીને માથું ફોડી નાંખતા બંનેને વાલોડ સરકારી દવાખાનામાં દાખલ કર્યા છે. વાલોડ ગામે આવેલા આનંદવિહાર એપાર્ટમેન્ટમાં અનિલ સોનાભાઇ ચૌધરી (મૂળ રહે. ખરેડા, તા. માંડવી, જિ. સુરત) પ્રથમ પત્ની વીણાબેન અને ૧૯ વર્ષના પુત્ર સાથે રહે છે અને નિઝર તાલુકા પંચાયતમાં તલાટી કમ મંત્રી તરીકે નોકરી કરે છે. તેમણે પોતાના વતન ખરેડા ગામે બીજી પત્ની (રખાત) વસંતાબેન ચૌધરીને રાખેલી છે. ગત રવિવારે તે વતન ખરેડા ગામે પહોંચ્યો જ્યારે બીજી પત્ની વસંતા અનિલને મળવા વાલોડ આવી હતી. વસંતાએ અનિલને ફોન કરી વાલોડ બોલાવતા વાલોડ પહોંચેલા અનિલ ચૌધરી વસંતાને લઇને આનંદવિહાર એપાર્ટમેન્ટમાં પોતાના ફલેટ પર લઇ ગયો હતો. તે સમયે અનિલ ચૌધરીની પ્રથમ પત્ની વીણાબેન પુત્ર સાથે ચર્ચમાં ગયેલા હતા.

(6:05 pm IST)
  • બુખારીએ દિલ્હી હાઇકોર્ટને કહ્યું મુગલ બાદશાહ શાહજહાંએ આપી હતી ઈમામની પદવી :જમા મસ્જિદના શાહી ઇમામ મૌલાના સૈયદ અહમદ બુખારીએ મસ્જિદમાં પોતાના પુત્રને ઉત્તરાધિકારી બનાવવાના નિર્ણયનો બચાવ કરતા કહ્યું કે આ પદવી પહેલા ઇમામને મુગલ બાદશાહ શાહજહાંએ આપી હતી અને વર્ષોથી તેમના પરિવારને જ ઇમામ બનાવાય છે જે હજુ સુધી કાનૂની વિવાદમાં નથી access_time 1:39 am IST

  • કચ્છના ભાનાડામાં જમીન મુદ્દે થયેલા ફાયરીંગમાં પિતાનું મોતઃ બે પુત્રોને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પીટલે ખસેડાયાઃ શીખ પરિવારના બે જુથ વચ્ચે અથડામણ access_time 12:40 pm IST

  • ચંદ્રાબાબુ નાયડુ અને તિરૂપતી દેવસ્થાનમે મંદિરની જંગી મિલ્કતો-ઝવેરાતની લૂંટ ચલાવીઃ રિપબ્લિકન વર્લ્ડ ડોટ કોમનો ધડાકો access_time 11:37 am IST