Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

ભરૂચની જંબુસર ચોકડી નજીક કારના કાચ તોડી ગઠિયા 4 લાખ તફડાવી ગયા

ભરૃચ:ની જંબુસર બાયપાસ ચોકડી પાસેના જાહેર શૌચાલય પાસે પાર્ક કરાયેલી કારનો કાચ તોડી ગઠિયા રૃપિયા ૪ લાખ ઉપરાંતની રોકડની ઉઠાંતરી કરી ફરાર થઈ જતાં ચકચાર મચી જવા પામી છે. સરફરાઝ નામનો શખ્સ તેના મિત્ર સાથે આંગડિયામાંથી રૃપિયા ૪ લાખ ઉપરાંતની રોકડ રકમ લઈ તેમની કારમાં ભરૃચની જંબુસર ચોકડી પાસે પહોંચ્યા હતા. જ્યારે જાહેર શૌચાલય પાસે પોતાની કાર પાર્ક કરી સરફરાઝ શૌચાલયમાં ગયો હતો. જયારે તેનો મિત્ર સલુનમાં વાળ કપાવવા માટે ગયો હતો. દરમિયાન બાઈક ઉપર આવેલ ગઠિયાઓ કારનો કાચ તોડી તેમાંથી રોકડા રૃપિયા ૪ લાખ ઉપરાંતની રકમની ઉઠાંતરી કરી ફરાર થઈ ગયા હતા. શૌચાલયમાંથી બહાર આવી સરફરાઝે કારનો કાચ તુટેલો જોતા તેને ચોરીની આશંકા ગઈ હતી. જેથી તેણે કારમાં આવી જોતા તેમાં મુકેલા રોકડા રૃપિયા ૪ લાખ ઉપરાંતની ઉઠાંતરી થયાની જાણ થતાં જ તે બેબાકળો બની ગયો હતો. ઘટનાની જાણ તેણે બી-ડીવીઝન પોલીસને કરતાં જ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જેમને ફરાર ગઠિયાઓનું પગેરૃ મેળવવાની કવાયત હાથ ધરી હતી.
 

(6:05 pm IST)