Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

મોડાસા બસ સ્ટેન્ડ પાછળ ગટરનો કચરો રોડ પર ખાબકી દેતા લોકોને હાલાકી

મોડાસા:બસ સ્ટેન્ડ પાછળના વિસ્તારમાં આવેલી ગટરો સાફ કરવાની ઝુંબેશ હાથ ધરાઈ છે.પરંતુ ગટરનો કચરો બહાર કાઢી રોડ ઉપર ખડકી દેવાતાં અતિશય ખરાબ દુર્ગધથી લોકો હાલાકી ભોગવી રહયા છે.રોડ ઉપર ઠેરઠેર ગટરની બાજુમાં ખરાબ કચરો ઠાલવી દેવાતાં મચ્છરોનો ઉપદ્વવ વધ્યો છે.સત્વરે ગટર સાફ કરાયેલ કચરો હટાવવામાં આવે તેવી માંગ ઉઠી છે. મોડાસા નગરપાલિકા દ્વારા ચોમાસા પૂર્વે શહેરમાં આવેલી ગટરો સાફ કરવાનો કોન્ટ્રાકટ અપાય છે.શહેરમાં આવેલ બસ સ્ટેશન વિસ્તારમાં ગટર સાફ કરવાનું કામ ચાલુ છે. પરંતુ ગટરનો કચરો રોડ ઉપર બહાર કાઢી ખડકી દેવાતાં અતિશય દુર્ગધ મારતાં રોડ ઉપરથી પસાર થતાં રાહદારીઓ અને દુકાનદારોને હાલાકી ભોગવવી પડે છે. આ વિસ્તારમાં મોટાભાગે દવાખાના આવેલા હોઈ લોકોની અવર જવર વધુ રહે છે.જેથી કોન્ટ્રાકટર દ્વારા ગટરનો કચરો તુરંત દૂર ન કરાતાં લોકો ને પરેશાની ભોગવવી પડે છે.ગટરના ઢાંકણ પણ ખુલ્લા મુકી દેવામાં આવે છે.જેને લઈ ગટરમાં પડી જવાની ભીંતી સેવાઈ રહી છે.

 

(6:04 pm IST)