Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

કઠલાલ પોલીસે લાડવેલ ચેકપોસ્ટ પાસેથી બાતમીના આધારે કારમાંથી 1.53 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો

કઠલાલ:પોલીસે લાડવેલ ચેક પોસ્ટ પાસેથી વિદેશી દારૂ રૂપિયા ૧,૫૩,૬૦૦ તથા કાર મળી કુલ રૂપિયા ૨,૫૩,૬૦૦નો મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે.

અમદાવાદ-બાલાસિનોર હાઈવે લાડવેલ ચોકડી ચેક પોસ્ટ નજીકથી વિદેશીદારૂ ભરીને કાર પસાર થનાર છે તેવી માહિતી મળતા કઠલાલ પોલીસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન પૂરપાટ ઝડપે આવતી ઈન્ડિગો ગાડી નં. જીજે-૨૩ જે-૨૦૫૧ને ઉભી રાખવા ઈશારો કરતા કારચાલક પોલીસને જોઈ કાર મૂકી નાસી ગયો હતો. આ ગાડીની તલાશી લેતા વ્હીસ્કી નં. ૧૮૦ મીલીના ક્વાર્ટસ નં.૧૫૩૬ કિંમત રૂપિયા ૧,૫૩,૬૦૦નો મળી આવ્યો હતો. જેથી પોલીસે વિદેશી દારૂ તથા કાર રૂપિયા ૧ લાખ મળી કુલ રૂપિયા ૨,૫૩,૬૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ બનાવ અંગે કઠલાલ પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

(6:03 pm IST)