Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

નડિયાદ: એલસીબી ખેડા પોલીસે 31 હજારના વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગર પિતા-પુત્રની ધરપકડ કરી

ખેડા:એલ.સી.બી. ખેડા પોલીસે નડિયાદ પશ્ચિમમાંથી બુટલેગર અને તેનો પુત્ર વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે વિદેશી દારૂ રૂ.૩૧,૨૦૦ તથા મોબાઈલ મળી કુલ રૂપિયા ૩૨,૪૦૦નો મુદ્દામાલ કબજે કરીને કાર્યવાહી હાથ ઘરી હતી.


એલ.સી.બી. ખેડા પોલીસ નડિયાદ શહેરમાં પશ્ચિમમાં પેટ્રોલીંગમાં નીકળી હતી. આ દરમિયાન માહિતી મળેલ કે નડિયાદ ઈડન ગાર્ડન સોસાયટીની બાજુમાં રહેતા કુખ્યાત બુટલેગર જશભાઈ ઉર્ફે જહો ફતેસિંહ મહીડા તથા તેનો દીકરો રઈશ જશભાઈ મહીડાને વિદેશી દારૂની બોટલ નં. ૯૬ કિંમત રૂપિયા ૩૧,૨૦૦ તથા અંગજડતીમાં રોકડ રૂપિયા ૭૦૦ તેમજ મોબાઈલ રૂપિયા ૫૦૦નો મળી કુલ રૂપિયા ૩૨,૪૦૦નો મુદ્દામાલ સાથે ઝડપી પાડીને પ્રોહિબિશનનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.a

(6:02 pm IST)