Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

ર૮મીએ ધો.૧૦નું પરિણામ

રાજયના ૧૧ લાખ છાત્રોની આતુરતાનો અંત ગણીત વિષયમાં ૧૦ ગુણની ગ્રેસીંગની શકયતા સવારે વેબસાઇટ ઉપર પરીણામ જાહેર થશે જયારે બપોરે સ્કુલમાંં માર્કશીટનું વિતરણ કરવામા આવશે

રાજકોટ તા. રર : રાજયના ૧૧ લાખ પરીક્ષાર્થીઓની આતુરતાના અંત આવ્યો છે. માર્ચ માસમાં લેવાયેલ ધો.૧૦ ની પરીક્ષાનું પરીણામ ર૮મીએ જાહેર થશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ,(પરિક્ષા વિભાગ) વડોદરાની અખબારી યાદી જણાવે છે. કે, એસ.એસ.સી.માર્ચ ર૦૧૮ ની માર્કશીટ/પ્રમાણપત્રનું વિતરણ જિલ્લા વિતરણ સ્થળો ઉપર તા. ર૮/પ/ર૦૧૮ ના સવારે ૧૧ કલાકથી ૧૪ કલાક દરમ્યાન વિતરણ થનાર છે. તો રાજયની નોંધાયેલી માધ્યમિક શાળાના આચાર્યએએ શાળાની માર્કશીટ/ પ્રમાણપત્ર મુખત્યાર પત્ર રજુ કરી મેળવી લેવાની રહેશે.

વધુ જણાવવાનું કે, એસ.એસ.સી. માર્ચ ર૦૧૮નું પરિણામ તા. ર૮/પ/૧૮ના રોજ સવારના ૮ કલાકે બોર્ડની વેબસાઇટ પર મુકવામાં આવશે જેની વાલીઓએ વિદ્યાર્થીઓએ/શાળાઓએ નોંધ લેવી વેબસાઇટ www.gseb.org તથા gipl.net પરથી સવારના ૮ કલાકથી ઉમેદવારો પોતાનું પરિણામ જોઇ શકશે તેમ પરીક્ષા સચિવે એક યાદીમાં જણાવ્યું છે.

ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક જિલ્લા બોર્ડની પરીક્ષા ર૦૧૮ માર્ચમાં સમગ્ર રાજયના ૧૧૦૩૬૭૪ છાત્રાએ આપી હતી જેમાં રાજયના પ૬૬૭૬ એમરેલી, ર૭ર૯ર, જામનગર, રરર૧૬, જુનાગઢ જિલ્લામાં ૩ર૯૧પ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

ધો.૧૦માં ગણીતનું પ્રશ્નપત્ર અઘરૂ નીકળતા ૧૦ ગુણનું ગ્રેસીગ આપવામાં આવે તેવી શકયતા છે.

(4:09 pm IST)