Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

લેટીસ ઈન્ડસ્ટ્રીઝ લિ.નો એસએમઈ આઈપીઓ- ઈશ્યૂ કાલે ખુલશેઃ કંપની એનએસઈ ઈમર્જ ઉપર લિસ્ટ

 અમદાવાદઃ પેન્ટોમેથ કેપિટલ એડવાઈઝર્સ (પ્રા) લિમિટેડે અમદાવાદ સ્થિત પંપ અને મોટર્સ નિર્માતા કંપની લેટીસ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ૧૨,૨૨,૦૦૦ ઈકિવટી શેર્સના પ્રસ્તાવિત પ્રારંભિક જાહેર ભરણા (આઈપીઓ) માટે અમદાવાદમાં રજીસ્ટ્રાર ઓફ કંપનીઝ સમક્ષ પ્રોસ્પેકટસ ફાઈલ કર્યું છે. આ ઈશ્યુમાં કંપનીના પોસ્ટ ઈશ્યુ પેઈડ- અપ ઈકિવટી શેર કેપિટલના આશરે ૨૬.૫૭ ટકાનો સમાવેશ થાય છે.

જાહેર ભરણું લાવવાના આ પ્રગતિશીલ નિર્ણયથી અમે અત્યંત ઉત્સાહિત છીએ. આઈપીઓ દ્વારા અમે નવા માર્કેટ્સમાં પહોંચ વિસ્તારવાની અને નવી તકોનો લાભ લેવાનો ઉદ્દેશ્ય ધરાવીએ છીએ. એનએસઈ ઈમર્જ પ્લેટફોર્મ દ્વારા અમને રાષ્ટ્રવ્યાપી ઓળખ પ્રાપ્ત કરવામાં તથા અનલિસ્ટેડ કંપનીઓની સરખામણીમાં આ ઈન્ડસ્ટ્રીમાં વધુ પ્રતિષ્ઠા હાંસલ કરવામાં મદદ મળી રહેશે. તેમ લેટીસ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેકટર શ્રી કપૂર ગર્ગે જણાવ્યું હતું.

(3:46 pm IST)