Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

રાજકોટના શાપર-વેરાવળમાં દલિત યુવાનની હત્યાના પડઘા રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે રાજ્ય સરકારને નોટિસ ફટકારી

રાજકોટનાં શાપર-વેરાવળ ખાતે દલિત યુવાન પર હુમલો કરી તેની હત્યા નિપજાવવાની ઘટનાના દિલ્હી સુધી પડઘા પડ્યાં છે. આ મામલે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે રાજ્ય સરકારને નોટીસ ફટકારી હોવાનું જાણવા મળે છે

  બીજી તરફ વડગામનાં ધારાસભ્ય અને દલિત નેતા જીગ્નેશ મેવાણીએ આ ઘટનાને ઉના પાર્ટ-2 ગણાવી છે. તો સરકારે તાત્કાલિક ધોરણે મૃતકના પરિવારે રૂપિયા 8.25 લાખની સહાયની જાહેરાત કરી છે.

રાજકોટનાં શાપર વેરાવણ ખાતે એકે કંપનીની બાજુમાં વહેલી સવારે પરિવાર સાથે કચરો વીણવા દલિત યુવાન મુકેશ વાણિયાને ફેક્ટરીમાં લઈ જઈ માર મારતાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જે બાદ સમગ્ર મામલો ગરમાતાં છેક દિલ્હી સુધી તેની નોંધ લેવાઈ હતી. અને આ મામલે માનવ અધિકાર પંચે રાજ્ય સરકારને નોટીસ પાઠવી કાર્યવાહી કરવા સૂચન કર્યું છે આ કેસમાં કસૂરવારોની ધરપકડ કરવામાં આવી છે

 

(1:43 pm IST)