Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

સુરતના અલથાણ ગાર્ડનમાં ચાર સંતાનોના પિતાએ પ્રેમિકા સાથે વખ ઘોળ્યું : પ્રેમિકાનું મોત:પ્રેમી ગંભીર

સુરતનાં અલથાણ ગાર્ડનમાં પરિણીત પુરૂષ અને મહિલા ઝેરી દવા પીધેલી હાલતમાં મળી આવતા બન્નેને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા જ્યાં મહિલાનું મોત નિપજ્યું હતું. જ્યારે પુરૂષની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. પરિણીત પુરૂષને પત્નીએ પ્રેમિકા સાથે રંગેહાથ ઝડપી પાડતાં બન્નેને ઝેરી દવા પીધી હોવાનું પ્રાથમિક તારણ છે .

  મળતી વિગત મુજબ લાલ દરવાજા વિસ્તારમાં સોલંકી દિપેશ ગોપાલભાઈ માતા,પત્ની અને ચાર સંતાનો સાથે રહે છે.અને આયુષ હોસ્પિટલમાં સફાઈ કામદાર તરીકે કામ કરે છે. ગત રોજ દિપેશ મિત્રનો જન્મદિવસ હોવાનું કહીં નવા કપડાં પહેરીને ઘરેથી નીકળ્યો હતો. ત્યારબાદથી ઘરે પરત ફર્યો ન હતો. દરમિયાન પોલીસે પરિવારને જાણ કરી હતી કે, દિપેશે મહિલા સાથે અલથાણ ગાર્ડનમાં ઝેરી દવા પી લીધા બાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

  દિપેશના પરિવારજનોએ જણાવ્યું હતું કે, દિપેશ છેલ્લા પાંચ મહિનાથી પગાર ઘરે આપતો ન હતો. તેજલ નામની મહિલા પાછળ રૂપિયા ઉડાવતો હતો. થોડા દિવસો પહેલાં દિપેશને પત્નીએ પ્રેમિકા સાથે રંગેહાથ ઝડપી પાડ્યો હતો. ત્યારે દિપેશે જણાવ્યું હતું કે, આ બધું હું છોડી દેવા. જોકે, આજે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા પરિવારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

  ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરનાર મહિલા અને પુરૂષને સિવિલ હોસ્પિટલ ખેસડવામાં આવ્યા છે. મહિલાના હાથ પર એક તેજલ નામનું ટેટૂ મળી આવ્યું હતું. જ્યારે હાથની હથેળી પર મિસ યુ લખેલું મળી આવ્યું છે. અને મહિલાનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.

(8:03 pm IST)