Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

ઐસા ભી હોતા હૈ :સુરતમાં મનપાએ રખડતી ગાયોને પકડી બંગલાના કમ્પાઉન્ડમાં પુરી દીધી !

બંગલાને ધમરોળી નાખતા બંગલા માલિક અને સ્થાનિકો ઉશ્કેરાયા :પોલીસ કાફલો પણ દોડ્યો :

સુરત મહાનગર પાલિકાએ રખડતી ગાયોને પકડીને એક બંગલાના કમ્પાઉન્ડમાં પુરી દીધી હતી જેના કારણે સ્થાનિકોએ હોબાળો મચાવ્યો હતો.

આ મામલે મળતી માહિતી મુજબ સુરતના લમ્બે હનુમાન રોડ ત્રિકમનાગર વિસ્તારમાં રસ્તે રખડતા ઢોર પકડીને મનપાએ એક બંગલાના કમ્પાઉન્ટમાં પૂરી દીધાં હતાં. જ્યાં ઢોરોએ કંમ્પાઉન્ડને ધમરોળી નાખતા બંગ્લાના માલિક તથા સ્થાનિકો ઉશ્કાયા હતા.

ઘટના સ્થળે સ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસનો કાફોલો પહોંચી ગયો હતો. આખરે બંગલા માલિકે વિરોધ કરતા એક કલાક બાદ કમ્પાઉન્ડમાંથી ઢોરો અન્યત્રે ખસેડી દેવામાં આવ્યાં હતાં.

(12:02 pm IST)