Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

પાંચ કરોડ રૂપીયાની લાંચ માંગનાર CID ક્રાઈમના તત્કાલીન PI શેખને કરાયા સસ્પેન્ડ

અમદાવાદ : પાનમસાલાની 190 કરોડની વેટ ચોરી કેસમાં રૂ. પાંચ કરોડની લાંચ માગનાર CIDના તત્કાલિન PI આઈ.આઈ. શેખનેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ધરપકડથી બચવા માટે શેખે હાઇકોર્ટનું શરણું લીધું હતું જોકે, હાઇકોર્ટે આગોતરા જામીન ફગાવ્યા બાદ શેખની ધરપકડ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, આ કિસ્સામાં પાનમસાલા બનાવતી ધરમપાલ સત્યપાલ નામની કંપનીના ડિરેક્ટર અને અધિકારી સહિત કુલ 27 આરોપી હોવાનું દર્શાવાયું હતું. આ આરોપીઓ પૈકીના અમદાવાદના એક વેપારી રાજેન્દ્રભાઈ કેશવાની સામે નબળી તપાસ કરવા અને ધરપકડ નહીં કરવા CIDના તત્કાલિન PI આઈ.આઈ. શેખે પાંચ કરોડ રૂપિયા માગ્યા હતા.

(12:05 am IST)