Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

પેટ્રોલ-ડીઝલના ભાવવધારાના વિરોધમાં કોંગ્રેસ દ્વારા રેલી :ઊંટ લારીમાં બાઈક લઈને વિરોધ કર્યો

રેલીમાં કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષનાં નેતા પરેશ ઘાનાણીએ હાજરી આપી

અમદાવાદ;પેટ્રોલ ડીઝલના ભાવવધારાથી સામાન્ય માણસનું બજેટ ખોરવાઇ ચુક્યું છે સામાન્ય માણસની પરેશાનીને વાચા આપવા માટે કોંગ્રેસ દ્વારા સરકારનો વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ દ્વારા ભાવ વધારા મુદ્દે મા.જે પુસ્તકાલયથી નેહરૂ બ્રિજ સુધીની રેલી કાઢવામાં આવી હતી. જેમાં કોંગ્રેસે ઉંટ લારી પર બાઇક લઇને વિરોધ વ્યક્ત કર્યો હતો

. રેલીમાં ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિપક્ષનાં નેતા પરેશ ઘાનાણીએ હાજરી આપી હતી. દરમિયાન કોંગ્રેસ કાર્યકરો દ્વારા હાથમાં બેનર્સ રાખીને સુત્રોચ્ચાર કરીને સરકાર વિરુદ્ધ હુરિયો કરવામાં આવ્યો હતો. જો કે કેટલાક પોસ્ટર્સમાં સરકાર પર આકરા ચાબખા વિંઝાયા હતા. બહુત હુઇ મહંગાઇ કી માર, અબ બદલો મોદી કી સરકાર જેવા સુચક સુત્રો સાથે કોંગ્રેસ દ્વારા રેલી કાઢવામાં આવી હતી

 

(11:29 pm IST)