Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

અમદાવાદમાં વ્‍યાજખોરોઅે ધક્કો મારતા બીજા માળેથી યુવક નીચે પટકાયોઃ વ્‍યાજખોરોના આતંકથી વ્‍યાજચક્રમાં ફસાયેલ પરિવાર ચિંતિત

અમદાવાદઃ અમદાવાદના મેઘાણીનગરમાં આવેલ ગુજરાત હાઈસિંગ બોર્ડમાં રહેતા આરોપી તુલસી પંડિતે બાજુના બ્લોકમાં રહેતા એક પરિવારને 1 લાખ 50 હજાર રૂપિયા 10 ટકાના વ્યાજથી આપ્યા હતા. આ પરિવાર ઘણા સમયથી તુલસી પંડિતને રૂપિયા આપતું હતું. પરંતુ છેલ્લા 2 મહિનાથી તેમણે રૂપિયા ન આપતા તુલસી પંડિત તેના ઘરે આવીને પરિવારજનો સાથે અભદ્ર વ્યવહાર કર્યો હતો.

આ દરમિયાન વ્યારખોર તુલસી પંડિતે પરિવારજનો પર જીવલેણ હુમલો પણ કર્યો હતો. જેમાં બંનેનો છોડવવા પડેલા યુવકને તુલસી પંડિતે ધક્કો માર્યો હતો. જેથી તે યુવક બીજા માળેથી નીચે પટકાયો હતો. જેમાં આ યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જેથી તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામા આવ્યો હતો. જો કે આ સમગ્ર મામલે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. જેથી પોલીસે આરોપી તુલસી પંડિતની ધરપકડ કરી હતી અને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

(7:27 pm IST)