Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

પંચમહાલ જીલ્લામાં વાંસ કાપવા જેવી નજીવી બાબતે પુત્રએ પિતાને લાકડાના ફટકા મારી મોતને ઘાટ ઉતાર્યા

પંચમહાલ: જિલ્લાના શહેરા તાલુકાના ધામણોદ ગામે ખેતરમાં વાંસ કાપવાની નજીવી તકરારમા પુત્રએ લાકડાના ફટકા મારી પિતાને મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી જવા પામી છે. હત્યારા પુત્રને પોલીસે પકડી પાડી જેલનાં સળિયા પાછળ ધકેલી દીધો હતો.

શહેરા તાલુકાના ધામણોદ ગામે રહેતા ભૂરાભાઈ મનજી બારીઆ અને પુત્ર જસવંત વચ્ચે ખેતરમાં વાસના લાકડા કાપવા બાબતે તકરાર ઉભી થઈ હતી જે તકરાર ઉગ્ર બનતા ઉશ્કેરાયેલા પુત્રેએ પોતાના પિતાને શરીર માથાના ભાગે લાકડીના ફટકા ઝીકી દીધા હતા. 70 વર્ષીય ભૂરા ભાઈને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેમનું મોત થયું હતું. પિતાની હત્યા કર્યા બાદ કળીયુગી પુત્ર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.

બનાવની જાણ પરિજનો મૃતકનાં ઘરે દોડી આવ્યા હતા. આ અંગે પોલીસ ને જાણ કરતા પોલીસ ઘટના સ્થળ પર આવીને તપાસ હાથ ધરી હતી. આ મામલે મરણજનારની પત્ની રેવાબેન દ્વારા પુત્ર સામે ફરિયાદ નોંધાવતા શહેરા પોલીસે જસવંત બારીયા સામે હત્યાનો ગુનો નોધયો હતો. પોલીસે હત્યારા પુત્રની તેના ગામ ધામણોદથી પકડી પાડીને પોતાના પિતાનાં ખૂનમાં જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.

(5:34 pm IST)