Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

ઠાસરામાં એટીએમ મશીન તોડી કેશ ચોરીની ઘટનામાં પોલીસે એફએસએલની મદદ લીધી

નડિયાદ:ઠાસરામાં એટીએમ મશીન તોડી તેમાંથી કેશની ચોરી કરવાની ઘટનાએ પુરા પંથકમાં ચકચાર જગાવી છે. પોલીસે બીજા દિવસે તસ્કરો સુધી પહોંચવા માટે ડોગ સ્કર્વોડ અને એફએસએલની મદદ લીધી છે.
ઠાસરાના મુખ્ય બજાર વિસ્તારમાં ટાવર પાસે આવેલ એસબીઆઈના એટીએમમાં ગત્ વહેલી સવારે તસ્કરોએ પ્રવેશી મશીનમાં મૂકેલ કેશની ચોરી કરી છે. સીસીટીવીમાં કેદ થયેલા અજાણ્યા ચાર ઈસમોએ એટીએમ મશીન તોડી રૂ.૬,૪૩,૨૦૦/-ના મત્તાની ચોરી કરી પલાયન થઈ ગયા છે.

ઘટનાના ચોવીસ ક્લાક  બાદ પોલીસે પગેરુ શોધવા  રવિવારે ડોગ ર્સ્ક્વોડ અને એફએસએલની મદદ મેળવી આરોપીઓ સુધી પહોંચવા પ્રયત્નો કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગાડીમાં આવેલા તસ્કરોએ પહેલા સીસીટીવીને તોડયા બાદમાં ચોરીને અંજામ આપ્યો હતો.

આ અંગે તપાસ અધિકારીને પુછતા તેઓએ જણાવ્યું હતું કે આરોપીઓને શોધવા હાલ પોલીસ  સેવાલીયા ચેક પોસ્ટ અને એક્સપ્રેસ હાઈવે ટોલ બુથના સીસીટીવી ફુટેજ મેળવી રહી છે. ઉપરાંત  અમદાવાદ-ઈન્દોર હાઈવે ઉપર પણ વાહન ચેકીંગ સધન કરવામાં આવ્યું છે.

(5:31 pm IST)