Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

નર્મદા નદી પર ગોલ્ડન બ્રિજની સમાંતર નવા બ્રિજની કામગીરી ઢીલી : ફોર વહીલ વાહનોનો પ્રતિબંધ હટાવવા માંગણી

નર્મદા નદી ઉપર ગો૯ડન બ્રીજને સમાંતર નવા બ્રીજ બનાવવાની કામગીરીના વિલંબ બાબતે તેમજ ગો૯ડન બ્રીજ ઉપર ફોર વ્હીલ વાહનોને અવર-જવર માટે પ્રતિબંધ ઉઠાવવા રજૂઆત કરાઇ હતી.

   નર્મદા નદી ઉપર ગો૯ડન બ્રીજને સમાંતર નવો બ્રીજ બનાવવાની કામગીરી RANJIT- ATEPL (J/V)- અમદાવાદને ૧૦-ડીસેમ્બર-૨૦૧૫ થી ૩૦ મહીનાની સમય મર્યાદામાં પૂર્ણ કરવાની શરતે સરકાર દ્વારા આપવામાં આવેલ છે.આમ છતા આ બ્રીજની કામગીરી દરમ્યાન ઇજારદારની કન્સ્ટ્રક્શનની કામગીરીની સરળતા માટે છે૯લા બે મહિનાથી જાહેરનામું પ્રસીધ્ધ કરીને ફોર વ્હીલ વાહનો ઉપર પ્રતિબંધ લાદવામાં આવેલ છે. જે હેતુ માટે એટલે કે બ્રીજના જે તે ભાગની કામગીરી માટે પ્રતિબંધ લાદવામાં આવેલ છે તે સ્થળે કામગીરી ઘણીજ મંદ ગતિએ ચાલે છે જેને કારણે અંકલેશ્વર-ભરૂચનાં લોકલ રહીશો સહીત અવર-જવર કરતા તમામ નાગરીકોને ઇજારદાર ઉપર સરકારની મીઠી રહેમ નજરનો ભોગ બનવુ પડે છે.

  ઉપરોકત બાબતે ગણેશ સુગરના ચેરમેન સંદિપ માંગરોલા દ્વારા કલેક્ટર-ભરૂચ, સેક્રેટરી-માર્ગ સેક્રેટરી-માર્ગ અને મકાન વિભાગ-ગાંધીનગર અને કાર્યપાલક ઇજનેર- માર્ગ અને મકાન વિભાગ-ભરૂચને પત્ર લખી સમય મર્યાંદામાં કામ પૂર્ણ ન કરી શકનાર કંપની સામે કાયદેસરની કાર્યવાહી કરી શીક્ષાત્મક કાર્યંવાહી કરવા તેમજ ફોર વ્હીલ વાહનો માટે લદાયેલો પ્રતિબંધ ઇજારદારને લાભ આપનારો અને નાગરીકોને પરેશાન કરનારો હોય તાત્કાલીક અસરથી ઉઠાવી લેવા રજૂઆત કરવામાં આવી છે.

(6:09 pm IST)