Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

બીટકોઈન મામલે સીઆઇડી દ્વારા મોટા ધડાકાના એંધાણ

દિવ્યાંગ દિલીપ કાનાણીની અટકાયત : ધવલ માવાણીને આરોપી બનાવશે કે કેમ ? : રાજકોટના નરેશ ભટ્ટ અને નિકુંજ ભટ્ટ બાદ મુંબઈથી બે શખ્શોની અને દિલીપની સઘન પૂછપરછ

સુરત :બિટકોઇન પ્રકરણમાં સીઆઇડી ક્રાઇમ એક્શનમાં આવી છે અને હવે ગણતરીના કલાકોમાં મોટા ધડાકા કરે તેવા એંધાણ મળે છે સૂત્રોના માનવા મુજબ CID ક્રાઈમે તેના ભાગરુપે જ દીવ્યાંગ દીલીપ કાનાણીની પણ અટકાયત કરી છે. આ ઉપરાંત બે શખ્સોને મુંબઇથી પણ લઇ આવી હોવાનું જાણવા મળ્યું છે. જો કે આ કેસમાં જેની પાસેથી ૧૫૦ કરોડ રુપીયા ઇન્કમટેક્ષ ઓફીસર બનીને શૈલેષ ભટ્ટે પડાવી લીધા હતા તે ધવલ માવાણીને આરોપી બનાવે છે કે કેમ તે મોટો પ્રશ્ન છે. આ કેસમાં ક્રીપ્ટો કરન્સી બિટકનેકટના નામે ધવલે અને પિયુષે પણ કરોડો રુપીયા, રોકાણના નામે ઉઘરાવી ફુલેકુ ફેરવી ફરાર થઇ ગયા હોવાનુ જાણવા મળે છે.

   સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટ પાસેથી ૧૭૬ બિટકોઇન પડાવી લેવાના કેસમાં પોલીસ અધિકારીઓ અને અન્ય લોકોની ધરપકડ બાદ પુર્વ ધારાભ્ય નલિન કોટડીયા પર રેલો આવ્યો હતો. નલિન કોટડીયાએ શૈલેષ ભટ્ટે પિયુષ સાવલિયાનુ અને ધવલ માવાણી પાસે ૨૨૦૦ બિટકોઇન એટલે કે અંદાજીત ૧૫૦ કરોડો રુપીયા પડાવી લીધા હતા તેવો આક્ષેપ કર્યો હતો. તેની પણ સીઆઇડી ક્રાઇમના અધિકારીઓએ ગંભીર નોંધ લીધી હતી. જેના કારણે એ તરફ પણ તપાસ કરતાં શૈલેષ ભટ્ટ પણ સકંજામા આવી ગયો છે.

    અત્યાર સુધી શૈલેષના વિરુધ્ધ ગુનો નોંધવા પિયુષ સાવલિયા, જીગ્નેશ પટેલ ,શૈલેષની રાજકોટની સ્કુલના પ્રિન્સીપાલ નરેશ ભટ્ટ અને તેના ભાણેજ નિકુજ ભટ્ટ તેમજ મુબઇથી બે શખ્સોની અને દીલીપ કાણાણી જે હાલ સીઆઇડીની અલગ-અલગ ટીમો ધ્વારા પુછપરછ ચાલી રહી છે. આ ઉપરાંત ૩૦થી વધારે લોકોના નિવેદન પોલીસે લીધા છે.

(6:02 am IST)