Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

કોરોના કાળમાં હવે પોલીસ વાહન ચાલકો સામે માસ્ક ન પહેર્યું હોય તો જ દંડ વસુલશે : વાહનના કાગળ-વીમા-RC બુક વિગેરે માટે પૂછપરછ નહીં કરાઇ

વડોદરાના ધારાસભ્ય યોગેશ પટેલની ફરિયાદ બાદ રાજ્યના મુખ્યમંત્રી એ કરેલો આવકારદાયી નિર્ણય : કોરોના કાળમાં વાહનજ જપ્તી થી લોકોને હોસ્પિટલે જવામાં અગવડ પડતી હોય હવે આ નિર્ણયથી વાહન ચાલકોને થશે રાહત

ગાંધીનગર: કોરોના મહામારીના સમયમાં મુખ્યમંત્રી સાથે ચર્ચા બાદ ટુ વ્હીલર અને ફોર વ્હીલર પર માસ્ક સિવાયનો દંડ ન વસૂલ કરવા બાબતની તાત્કાલિક સૂચના આપવામાં આવી હતી. આજે ગાંધીનગર ખાતે આજે યોજાયેલી કેબિનેટની બેઠકમાં કોરોનાની પરિસ્થિતિની ચર્ચા વચ્ચે વડોદરાના ધારાસભ્ય તથા નર્મદા અને શહેરી ગૃહ નિર્માણના રાજય કક્ષાના મંત્રી યોગેશ પટેલે વાહનચાલકોને પોલીસ દ્વારા થતી હેરાનગતિ અંગે રજૂઆત કરી હતી. આ રજૂઆતના પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સમગ્ર રાજયમાં ટુ વ્હીલર તથા ફોર વ્હીલરના વાહનચાલકોને માસ્ક વગરના દંડ હમણાં નહીં વસૂલવા નિર્ણય કર્યો હતો.

આજની કેબિનેટની બેઠક વખતે રાજયકક્ષાના મંત્રી યોગેશ પટેલ સહિતના મંત્રીઓએ વડોદરામાં ટુ વ્હીલર અને ફોર વ્હીલરના વાહનોને આપવામાં આવતાં મેમા બાબતે ચર્ચા કરવામાં આવી હતી. પોલીસ દ્વારા ટુ વ્હીલરને આરટીઓના મેમા આપવામાં આવે છે. જેનાથી ટુ વ્હીલરને ત્રણથી ચાર હજાર જેટલો દંડ થાય છે અને ફોર વ્હીલરને આઠથી દસ હજાર જેટલો દંડ થાય છે અને વ્હીલકલ ડીટેઇન કરવામાં આવે તો સપ્તાહ સુધી વાહનો છૂટતાં નથી. અને વાહનમાલિકોએ ગરમીમાં આરટીઓમાં લાંબી લાઇનોમાં ઊભા રહેવું પડે છે.

વાહનો ડિટેઇન થતાં વાહન માલિકો કોરોના મહામારીમાં હોસ્પિટલમાં આવવા-જવા તેમ જ દર્દીઓને હોસ્પિટલ સુધી લઇ જવા તેમ જ અન્ય કામોમાં પારાવાર મુશ્કેલીઓ પડે છે. તેથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વાહન વ્યવહાર મંત્રી આર.સી. ફળદુ તથા ગૃહ રાજયમંત્રી પ્રદિપસીંહ જાડેજાને હાલ પુરતો પોલીસ દ્વારા માસ્ક ન પહેરવા બાબતનો જ દંડ વસૂલવામાં આવે અને માસ્ક સિવાયની અન્ય બાબતોની કલમ હાલ પુરતી લગાવવી નહીં અને દંડ વસૂલવો નહીં તેવી સ્પષ્ટ સૂચના આપી હતી. આમ વડોદરાની ફરિયાદમાં સમગ્ર રાજયના વાહનચાલકોને રાહત આપતો નિર્ણય થવા પામ્યો છે.

(10:14 pm IST)
  • રાજયમાં કોરોનાની સારવાર માટે નવી ગાઈડલાઈન જાહેર : કેટલાક કલીનીકલ પ્રોટોકોલમાં ફેરફાર જાહેર કર્યા : ગુજરાત સરકારની એકસપર્ટ ડોકટરોની પેનલે આજે કોરોના માટેની સારવારમાં આઈવરમેકટીન અને ફેવીપીરાવીર મેડીસીનનો ઉમેરો જાહેર કર્યો છે : હવે કોરોના માટેની સારવારમાં ઉપરની બે દવાનો ઉપયોગ કરવા માટે ગુજરાત સરકારે નવી કલીનીકલ પ્રોટોકોલ મેનેજમેન્ટ જાહેર કર્યાનું ડો.શાહએ જાહેર કર્યુ છે : તેમણે બીનજરૂરી દવા નહિં લેવાનું પણ કહ્યુ છે, અન્ય રાજયોના પ્રોટોકોલની ગાઈડલાઈનનો અભ્યાસ કર્યા પછી તથા ટાસ્ક ફોર્સ અને તજજ્ઞો સાથે ચર્ચા કરી નવી ગાઇડલાઈન જાહેર થઈ છે access_time 6:09 pm IST

  • કલેકટરની અપીલ : હળવા લક્ષણ ધરાવતા લોકો રેમડેસીવીર ઈન્જેકશનનો આગ્રહ ન રાખે : રાજકોટના ડોકટરો પણ ખોટુ દબાણ ન લઈ આવે : એન્ટીજન ટેસ્ટ પોઝીટીવ આવ્યો હોય એટલે ગભરાવવાની જરૂર નથી : ખોટી રીતે ઈન્જેકશન ન મેળવે : ડોકટરો પણ લોકોના દબાણથી થાકીને ઈન્જેકશન લખી આપે છે : રાજકોટમાં ફેબી ફલુ ટેબ્લેટનો પૂરતો સ્ટોક છે : સિવિલમાં ઓકિસજન જરૂરીયાતવાળા ૨૫૦ જેટલા ગંભીર દર્દીઓ છે : પગાર વધારા થયા બાદ ડોકટરો અને સ્ટાફ વધવા માંડ્યો છે : ૨ થી ૩ દિવસમાં ઈન્ડિયન મેડીકલ એસોસીએશન દ્વારા ટેલી મેડીશ્યન અને ટેલી મેન્ટરી સેવા પણ ચાલુ થઈ જશે : રાજકોટમાં ઓકિસજનની અછત છે પણ અમે મગાવી રહ્યા છીએ : કેન્સર કોવિડ હોસ્પિટલમાં ૨૦ બેડ વેન્ટીલેટર વાળા ચાલુ થઈ ગયા છે : સિવિલ બેડ કૌભાંડમાં પોલીસ તપાસ કરી રહી છે : જે કોઈ જવાબદાર હશે એને અમે નહિં મૂકીએ : કલેકટર રેમ્યા મોહનની પત્રકારો સાથેની વાતચીતમાં જાહેરાત access_time 12:42 pm IST

  • આજે રાજકોટ શહેર - જિલ્લામાં કોરોનાએ ફરી જોર પકડ્યું : આજે સાંજ સુધીમાં રાજકોટ શહેરમાં 697 અને ગ્રામ્યના 65 કેસ સાથે કુલ 762 નવા કોરોના ના કેસ નોંધાયા access_time 7:30 pm IST