Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

કપડવંજ તાલુકાના આંતરસુંબા નજીક ડમ્પરે બાઇકને ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં બાઈક ચાલકનું ઘટનાસ્થળેજ મોત

કપડવંજ:તાલુકાના આતરસુંબા પોલીસ મથકની હદમાં આવેલા નિકોલ ગામ નજીક એક ડમ્ફર ચાલકે બાઈકને ટક્કર મારતા સર્જાયેલા અકસ્માતમાં બાઈક ચાલકનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળે છે.

બનાવ અંગે મળતી માહિતી મુજબ કપડવંજમાં રહેતા ગોવિંદભાઈ રમણભાઈ પટેલ પોતાની મોટર સાયકલ જી.જે.-, સી.એફ-૬૮૬૪ લઈને કપડવંજ તાલુકાના નિકોલ ગામ નજીકથી પસાર થતા હતા તે વખતે ડમ્ફર નંબર જી.જે.-૧૫, બીએફ-૩૦૦૪ના ચાલકે બાઈકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગોવિંદભાઈ પટેલને ગંભીર ઈજા થતા તેમનું મોત નિપજ્યું હતું. અંગે આતરસુંબા પોલીસમાં રમેશભાઈ પટેલે ફરિયાદ આપતા ડમ્ફર ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

(6:42 pm IST)