Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

અમદાવાદમાં નારણપુરામાં આવેલ જીવનસંધ્યા વૃધ્ધાશ્રમમાં 130 વૃદ્ધોએ આજે કોરોનાની વેક્સિનનો બીજો ડોઝ લીધો

અમદાવાદ : શહેરમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. તેમજ કોરોના વાયરસ સિનિયર સિટીઝન માટે વધારે જોખમી છે. આ વાયરસ સામે રક્ષણ મેળવવા કોરોના ગાઇડ લાઈનનું પાલન કરવું તેમજ દરેક વ્યક્તિએ વેક્સિન લેવી જરૂરી છે. આ વાયરસ સામે લડવા માટે અમદાવાદમાં નારણપુરા ખાતે આવેલ જીવનસંધ્યા વૃધ્ધાશ્રમમાં 130 વૃદ્ધોએ આજે કોરોનાની વેક્સિનનો બીજો ડોઝ લીધો હતો.

ઑક્ટોબર 2020 માં કોરોનાની બીજી લહેરમાં આ જીવનસંધ્યા વૃધ્ધાશ્રમના 52 વૃદ્ધો અને 3 રસોઈયા થઈને કુલ 55 લોકો કોરોના પોઝિટિવ થયા હતા. જેમને અલગ અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને પોઝિટિવ આવેલા 55 લોકોએ કોરોનાને હરાવીને વૃદ્ધાશ્રમમાં પરત ફર્યા હતાં.

આ અંગે વૃદ્ધાશ્રમના ટ્રસ્ટી સુકેતુ નાગર વાડીયાએ ગુજરાત એક્સક્લુઝિવ સાથે વાત કરતા જણાવ્યું કે, ઓક્ટોબર મહિનામાં વૃદ્ધાશ્રમમાં 55 કેસ આવ્યા હતા. જોકે ભગવાનની દયાથી આ તમામ હરાવીને વૃદ્ધાશ્રમમાં પરત ફર્યા હતા.અમે કોરોના મહામારીમાં બહુ ધ્યાન રાખતા હતા. તેમ છતાં કોરોના વૃદ્ધાશ્રમમાં પ્રવેશી ગયો હતો. જોકે ત્યાર બાદ અમે વધારે કડક થયા છીએ. અમે વૃદ્ધાશ્રમની બહાર તાળું લગાવી દીધું છે. વૃદ્ધાશ્રમના કામ માટે એક જ વ્યક્તિ બહાર જાય અને આ બહાર અવર જવર કરનાર વ્યક્તિ કોઈપણ વૃદ્ધના કોઈપણ રીતે સંપર્કમાં ન આવે તેનું અમે ખાસ આયોજન કર્યું છે.

તેમને વધુમાં જણાવ્યું કે હાલમાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવું તેમજ વેક્સિન લેવી એ જ કોરોના સામેની લડાઇ છે. જેથી અમે અમારા વૃદ્ધાશ્રમમાં રહેલા 130 દરેક વૃદ્ધની ડોઝ વેકાઈં અપાવી દીધા છે. જોકે વેક્સિન લીધા બાદ પણ અમે કોરોના ગાઇડ લાઇનને કડક રીતે જ પાલન કરીશું

(11:24 pm IST)