Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં દરદીઓને ઓક્સિજનની કોઈ તકલીફ ન પડે તે માટે ઓક્સિજન ટેન્ક આવી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં કોરોના દરદીઓને ઓક્સિજનની કોઈ તકલીફ ન પડે તે માટે જિલ્લા કલેકટર ડી. એ.શાહના માર્ગદર્શન હેઠળ આરોગ્યતંત્ર દ્વારા સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે. જેના ભાગરૂપે  ગઈકાલે સિવીલ હોસ્પિટલ ખાતે ઓક્સિજનની ટેન્ક આવી પહોંચી છે જેથી દરદીઓને સારવારમાં હવે રાહત રહેશે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે ૧ હજાર લીટરની ક્ષમતા ધરાવતી બે ટેન્ક અને ૨૫૦ લીટરની ક્ષમતા ધરાવતી બે ટેન્ક સહિત કુલ- ૨૫૦૦ લીટરની ક્ષમતા ધરાવતી ઓક્સિજન ટેન્ક હાલ ઉપલબ્ધ છે.

(10:11 pm IST)
  • દેશમાં હાહાકાર મચી ગયો : છેલ્લા 24 કલાકમાં ભારતમાં ઓલટાઈમ રેકર્ડબ્રેક 3 લાખથી વધુ નવા કોરોના કેસ નોંધાયા અને 2050 થી વધુ દુઃખદ મૃત્યુ નોંધાયા : લોકો ખળભળી ઉઠ્યા access_time 11:23 pm IST

  • મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ એક આદેશ જાહેર કર્યો છે અને પોલીસતંત્રને કહ્યુ છે કે સ્કુટર ચાલકો અને મોટર ચાલકો પાસેથી માસ્ક પહેર્યુ ન હોય તે સિવાય બીજો કોઈપણ દંડ હાલના સંજોગોમાં વસૂલવો નહિં access_time 6:08 pm IST

  • દેશમાં ઓક્સિજનની અછત વચ્ચે યુ.પી. માં શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટ, અયોધ્યાના દશરથ મેડિકલ કોલેજમાં 'સ્ટેટ-ઓફ-આર્ટ' ઓક્સિજન પ્લાન્ટ બનાવવા માટે આગળ આવ્યું હોવાનું જાણવા મળે છે. access_time 7:56 pm IST