Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

ગુજરાતમાં ભાજપના દિગ્ગ્જ નેતાઓ કરશે મતદાન :વડાપ્રધાન મોદી અને અમિતભાઇ શાહ અમદાવાદમાં :રૂપાણી કરશે રાજકોટમાં મતદાન

-જીતુભાઇ વાઘાણી ,પ્રદીપસિંહ જાડેજા,નીતિનભાઈ પટેલ,પરસોતમભાઇ રૂપલા,મનસુખભાઇ માંડવીયા સહિતના નેતા ક્યાં અને કેટલા વાગ્યે કરશે મતદાન ;વાંચો ફટાફટ

અમદાવાદ: લોકસભાની ચૂંટણી માટે મતદાન શરૂ થવાની ઘડીઓ ગણાય રહી છે ત્યારે ભાજપના દિગ્ગજ અને વીવીઆઇપી નેતાઓ મતદાન કરીને લોકોને ભાજપના દિગ્ગજ નેતાઓ અને સ્ટાર પ્રચારકો દ્વારા વહેલી સવારે મતદાન કરી દેવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદી, મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણી, ભાજપના અધ્યક્ષ અમિતભાઈ  શાહ, નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલ, ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા સહિતના દિગ્ગજન નેતાઓ ત્રીજા તબ્બકાના મતદાનમાં ગુજરાતની 26 બેઠકો પર મતદાન કરશે.

 અત્રે ઉલ્લેખનીય છે કે  જે વિસ્તારોમાં વીવીઆઇપી નેતાઓ દ્વારા મતદાન કરવામાં આવશે તે વિસ્તારોમાં કોઇ અનિચ્છનીય ઘટના બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

     અમદાવાદમાં આવતીકાલે પ્રધાનમંત્રી મોદી વોટ કરવા આવશે. તેઓ રાણીપની નિશાન સ્કૂલ ખાતે 118 નંબરના બૂથ પર વહેલી સવારે 7.30 કલાકે મતદાન કરશે. જેથી મતદાન મથક આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે. તેમની સુરક્ષા માટે SPG, ક્રાઈમ બ્રાન્ચ, SOG સહિતની એજન્સીઓ ખડકી દેવામાં આવી છે. તેમજ નજીકના વિસ્તારોમાં બેરીકેડિંગ કરવામાં આવ્યું છે.

  પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ  મોદી પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા પહેલા 98 વર્ષીય માતા હીરા બાના આશીર્વાદ લેવા જશે. ઉલ્લેખનીય છે કે, તેઓ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તમામ ચૂંટણીઓમાં પોતાના મતાધિકારના ઉપયોગ કરતા પહેલા માતાના આશીર્વાદ લઈને મતદાન કરવા જતા હતા. 2014ની લોકસભાની ચૂંટણીમાં પણ તેમણે ક્રમ જાળવી રાખ્યો હતો.

(12:35 am IST)