Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

સુરતમાં બળાત્કારનો કેસ કરીને ડૉક્ટર પાસે 80 લાખ પાડવાનો પ્રયાસ કરનારી મહિલાની મુંબઈથી ધરપકડ

પિડિયાટ્રિશિયન ડૉ. વિપુલ મિસ્ત્રીએ વળતી ફરિયાદ કરી હતી

 

સુરત :બળાત્કારનો કેસ કરીને સુરત શહેરના એક ડૉક્ટર પાસેથી 80 લાખ પડાવવાના પ્રયાસમાં સુરત પોલીસે મુંબઈથી એક મહિલાની ધરપકડ કરી છે.

  અત્રે ઉલ્લેખનીય છે કેમહિલાએ ડૉક્ટર સામે વડોદરાના સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં 23 માર્ચના રોજ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી મહિલાની ફરિયાદના આધારે પોલીસે ડૉક્ટરની ધરપકડ કરી હતી. જોકે ડોક્ટરનો ૨જી એપ્રિલે  જામીન પર છૂટકારો થયો હતો.

  બળાત્કારની ફરિયાદ કરનાર મહિલા સામે સુરતના પિડિયાટ્રિશિયન ડૉ. વિપુલ મિસ્ત્રીએ વળતી ફરિયાદ કરી હતી કે, રેપ કેસ કરનારી મહિલા તેમને ફોન કરીને 80 લાખ રુપિયા આપવા ધમકાવી રહી છે. પોલીસે મામલે તપાસ કર્યા બાદ ડૉક્ટરની ફરિયાદ નોંધી હતી. આરોપી મહિલા પોતાના પતિ સાથે પુરાવા રજૂ કરવા આવી ત્યારે પોલીસે તેની ધરપકડ કરી તેને કોર્ટમાં રજૂ કરી હતી, જ્યાં તેનો જામીન પર છૂટકારો થયો હતો.

(10:19 pm IST)