Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

સેન્ટ્રલ એક્સાઇઝ કોલોનીથી મહત્વની ફાઇલ લાપતા થઈ

ફાઇલો ચોરાઇ જતાં જીએસટી તંત્રમાં ખળભળાટ : જીએસટીના ડેપ્યુટી ડાયરેકટરે નારણપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી : પોલીસે સમગ્ર મામલે તપાસ આરંભી

અમદાવાદ,તા. ૨૨ : શહેરના પ્રગતિનગર વિસ્તારમાં આવેલ સેન્ટ્રલ એક્સાઇઝ કોલોનીમાં આવેલ જીએસટીના રેકોર્ડ રૂમથી સંખ્યાબંધ ફાઇલો ચોરી થઈ હોવાનું સામે આવતાં જીએસટી તંત્ર સહિત સરકારી વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. જીએસટી વિભાગે હજારો ફાઇલો મૂકવા માટે રેકોર્ડ રૂમ બનાવ્યો હતો. જ્યાં કોઇ ગઠિયાએ તાળું ખોલીને કેટલીક ફાઇલોની ચોરી કરી છે. કૌભાંડોની ફાઇલ સગેવગે કરવા આ ચોરી કરાઈ હોવાની આશંકા છે. વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલ કાસાયોમા સોસાયટીમાં રહેતા અને મૂળ મહારાષ્ટ્રના યોગેશભાઇ પાંડુરંગ ઊંડેએ નારણપુરા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે, જેને લઇ પોલીસે હવે સમગ્ર મામલે તપાસ આરંભી છે. યોગેશભાઇ મીઠાખળી છ રસ્તા પાસે આવેલ પ્રિમા ચેમ્બર ખાતે જીએસટી (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ)ના ઝોનલ યુનિટના ઇન્ટેલિજન્સ વિભાગમાં ડેપ્યુટી ડિરેક્ટર તરીકે ફરજ બજાવે છે. ફરિયાદ મુજબ, પ્રગતિનગર વિસ્તારમાં આવેલ સેન્ટ્રલ એક્સાઇઝ કોલોનીના એક ફ્લેટમાં જીએસટીની કેટલીક ફાઇલો રાખવમાં આવી છે. જીએસટીના કેટલાક કર્મચારીઓ સેન્ટ્રલ એક્સાઇઝ કોલોનીમાં રહે છે. જેના કારણે એમ-૩૭ બ્લોકના ફ્લેટ નંબર-૨૨૦માં જીએસટીની હજારો ફાઇલો રાખવામાં આવી છે. જીએસટીના મહત્વપૂર્ણ રેકોર્ડની દેખરેખ કરવાની જવાબદારી માટે એક જીએસટીના ઇન્સ્પેક્ટર રાખવામાં આવ્યો છે. હાલ આ દસ્તાવેજોની જવાબદારી ઇન્સ્પેક્ટર ધર્મેન્દ્ર યાદવની છે અને કોન્ટ્રાક્ટમાં કામ કરતા અશ્વિનભાઇ સોલંકીની છે. સવારે ૧૦ વગ્યાથી સાંજના છ વાગ્યા સુધી બન્ને કર્મચારીઓ ફરજ બજાવે છે. તારીખ ૧૮ એપ્રિલના રોજ સાંજે પાંચ વાગ્યાની આસપાસ અશ્વિનભાઇ સોલંકી રેકોર્ડ રૂમની ઓફિસ બંધ કરીને જતા રહ્યા હતા.તારીખ ૨૦ એપ્રિલના રોજ યોગેશભાઇ જ્યારે પોતાની ઓફિસમાં હાજર હતા ત્યારે જીએસટીમાં કામ કરતા પ્રેમચંદ જૈને તેમને ફોન કર્યો હતો સેન્ટ્રલ એક્સાઇઝ કોલોનીમાં ફ્લેટ નંબર ૨૨૦નું લોક તૂટેલું છે તેમ જણાવ્યું હતું. મહત્વપૂર્ણ રેકોર્ડ રૂમનો દરવાજો ખુલ્લો હોવાના સમાચાર મળતાંની સાથે જ યોગેશભાઇ તેમની ટીમ સાથે તરત જ સેન્ટ્રલ એક્સાઇઝ કોલોની પહોંચી ગયા હતા. યોગેશભાઇ સ્થળે પહોંચ્યા ત્યારે તેમણે જોયું હતું કે રેકોર્ડ રૂમ ધરાવતા ફ્લેટનો દરવાજો ખુલ્લો હતો અને રેકોર્ડની કેટલીક ફાઇલો વેરવિખેર પડી હતી. ફાઇલો વેરવિખેર જોતાંની સાથે જ યોગેશભાઇને ચોરી થઇ હોવાની શંકા ગઇ હતી. જેથી તેમણે તરત પોલીસને જાણ કરી હતી. નારણપુર પોલીસ તેમજ ઉચ્ચ અધિકારીઓને આ હકીકતની જાણ થતાં તેઓ તરત જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. યોગેશભાઇને શંકા છે કે કોઇ ગઠિયાઓએ રેકોર્ડ રૂમમાં ધૂસીને કેટલીક મહત્વની ફાઇલોની ચોરી કરી છે. ગઠિયાઓએ કેટલી ફાઇલો ચોરી કરી છે તેનું હજી સુધી જાણવા મળ્યું નથી. મામલામાં યોગેશભાઇની ફરિયાદના આધારે ગુનો દાખલ કરીને તપાસ શરૂ.

(8:15 pm IST)
  • કોંગ્રેસ, હાર્દિક પટેલને નજીકના ભવિષ્યમાંજ રાષ્ટ્રીય યુવા કોંગ્રેસના પ્રમુખ બનાવી રહી હોવાની જોરશોરથી ચાલી રહેલી ચર્ચા : જો આ શક્ય થશે તો હાર્દિકનું રાજકીય કદ બહુ મોટું થઈ જશે : સંભવતઃ એકાદ બે દિવસમાજ કોંગ્રેસ આ જાહેરાત કરે તેવી સેવાય રહી છે સંભાવના access_time 10:59 pm IST

  • વારાણસીમાં નરેન્દ્રભાઈ સામે પ્રિયંકા ગાંધી જુકાવી રહ્યાની જોરશોરથી ચાલો રહી છે ચર્ચા : કોંગ્રેસ જબ્બરદસ્ત દાવ ખેલવાની તૈયારીમાં : દેશભરમાં ભારે ઉત્તેજના : સત્તાવાર જાહેરાત ગમે તે ઘડીએ શક્ય access_time 9:13 pm IST

  • અભિનેતાથી નેતા બની શકે છે અક્ષયકુમાર : ગુરદાસપુરથી ટિકીટ ? : બોલીવુડ સ્ટાર અક્ષયકુમાર ચૂંટણીના મેદાનમાં ઉતરી શકે છે : ભાજપ તેમને ગુરદાસપુરથી ટિકીટ આપે તેવી શકયતા છે : આ બેઠક અગાઉ વિનોદ ખન્નાની હતી access_time 3:23 pm IST