Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

મતદાનની સાથે સાથે........

મતદાન મથકો ઉપર આરોગ્ય વિષયક સુવિધા

અમદાવાદ,તા. ૨૨ : આવતીકાલે ગુજરાતમાં લોકશાહીનું મહાપર્વ એટલે કે, લોકસભા ચૂંટણીનો દિવસ છે, મતદારો માટે તેમના મતાધિકાર અને મતદાનનો પવિત્ર દિવસ છે. આવતીકાલે તા.૨૩મી એપ્રિલે મંગળવારના રોજ ગુજરાત લોકસભાની તમામ ૨૬ બેઠકો માટેની સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની ચાર બેઠકો માટેની પેટા ચૂંટણીનું મતદાન યોજાશે. આવતીકાલે વહેલી સવારે ૭-૦૦ વાગ્યાથી સાંજે ૬-૦૦ વાગ્યા દરમ્યાન મતદાન યોજાશે.

ગરમીને લઇ મતદાનમથકો પર આરોગ્યવિષયક સુવિધા

        અમદાવાદ શહેર-જિલ્લાનાં કુલ પ૪,૯પ,૮પ૯ મતદારો નોંધાયા છે. ર૮,૭૦,૯૬૬ પુરુષ મતદારો અને ર૬,ર૪,૭૬૮ મહિલા મતદારો છે. આ માટે કુલ પ૬ર૭ મતદાન મથક ઊભાં કરાયાં છે. આજે કુલ ર૬,૦૦૦ ઇવીએમ મતદાન મથક પર પહોંચાડી દેવાશે. પ્રથમ વખત મતદાન મથક પર વેઇટિંગ રૂમ, મંડપ, પાણી અને ડોક્ટરોની ટીમની વ્યવસ્થા કરાઇ છે. રાજયમાં કુલ ૧,૯૮,૦૫૪ દિવ્યાંગ મતદારોનો સમાવેશ થાય છે. અમદાવાદમાં કુલ ૧૬,૩૭પ દિવ્યાંગ મતદારો હોઇ તેમના માટે વ્હિલચેરની ખાસ વ્યવસ્થા કરાઇ છે. શહેર-જિલ્લામાં કુલ ર૧ દિવ્યાંગ સંચાલિત અને ૧૦પ મહિલા સંચાલિત મતદાન મથક બનાવાયાં છે. દરમિયાનમાં આવતીકાલથી જ રાજ્યભરમાં હિટવેવની આગાહી છે. આવતીકાલે ગરમીનો પારો ૪૪ ડિગ્રી આસપાસ પહોંચવાની શક્યતા છે. ભારે ગરમીનો પ્રકોપ હોઇ અર્બન હેલ્થ સેન્ટર, આઇસીયુ ઓન વ્હિલ અને ૧૦૮ની ટીમ તહેનાત રખાશે. એટલું જ નહી, ખુદ મતદાન મથક પર હાજર કર્મચારીઓને મતદારોની તબિયત આક્સ્મિક સંજોગોમાં લથડે તો પ્રાથમિક દવા અને સારવારની સુવિધા પણ તૈનાત રખાઇ છે. દસક્રોઇમાં સૌથી વધુ ૪૦૯ અને દરિયાપુરમાં સૌથી ઓછાં ૧૮૮ મતદાન મથક છે.

મતદાર સ્લીપ માત્ર જાણકારી માટે, તેનાથી મતદાન નહી કરી શકાય

        આવતીકાલના મતદાનને લઇ દિવ્યાંગ અને વિકલાંગ અને સિનિયર સિટીઝન મતદાતાઓ માટે રેમ્પ અને વ્હીલચેર સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. મતદાતાને મળેલી મતદાન અંગેની સ્લિપથી મતદાન થઈ શકશે નહીં. મતદાતાએ તેની સાથે ફોટો આઈડી જેમકે આધાર કાર્ડ, વોટર કાર્ડ કે પાન કાર્ડ સહિતનો કોઈ એક પુરાવો સાથે રાખવો પડશે. પ્રજ્ઞાચક્ષુ ઉમેદવાર માટે બ્રેઈલ લિપીની વ્યવસ્થા કરાઈ છે. દરેક વિધાનસભા ક્ષેત્રમાં બે મહિલા મતદાન મથકની વ્યવસ્થા કરાઈ છે. જેનો તમામ સ્ટાફ મહિલાઓ હશે એટલું જ નહીં. દરેક મતદાન મથકની બહાર હેલ્પ ડેસ્ક હશે. જ્યાં મતદાતા પોતાના વોટર આઈ ડી સહિત મતદાર યાદીમાં તેમના નામની ચકાસણીની મદદ મેળવી શકશે.

(7:50 pm IST)
  • શહિદ પોલીસ અધિકારી હેમંત કરકરે વિરૂધ્ધ નિવેદન અંગે સાધ્વી પ્રજ્ઞાને પણ ચુંટણી પંચે નોટીસ આપી : સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરની પોતાના નિવેદન પર સ્પષ્ટતાઃ સત્ય સામે જરૂર આવે છેઃ દેશ વિરોધી-ધર્મવિરોધી લોકો પોતાના અંતની ચિંતા કરેઃ મને ૯ વર્ષ સુધી જેલમાં રાખવામાં આવીઃ સાધ્વીના અંતની વાત ના કરે access_time 4:01 pm IST

  • રાજકોટ : આજીડેમમાં નાહવા પડતા ડૂબી જતાં કુબલિયાપરાના 2 સગા ભાઈના મોત, પરિવારમાં શોક : વિશાલ અમર દેવીપૂજક 14 અને તેના ભાઈ રોહિત અમારભાઈ દેવીપૂજક 16ના મોત. : ઘરે કોઈ નહોતું. માતા પિતા કપડાં વેચવા ગયા હતા. : ત્રણ છોકરા ન્હાવા પડ્યા હતા એકનો બચાવ access_time 5:18 pm IST

  • વડાપ્રધાન મોદીના તા. 25 એપ્રિલે વારાણસીમાં થનાર મેગા રોડ શો માટે આજથી ભાજપે વારાણસીમાં ઘરે ઘરે જઈને રોડ શોમાં આવવાનું આમંત્રણ આપવાનું અભિયાન શરૂ કર્યું છે : અમિતભાઇ પણ આ રોડ શોમાં હાજર રહેશે અને બીજા દિવસે નરેન્દ્રભાઈ સાથે લોકસભા ચૂંટણીનું નામાંકન પત્ર ભરતી વખતે પણ વડાપ્રધાનની સાથે રહેશે : હવે સૌ કોઈની નજર કોંગ્રેસ પર કેન્દ્રિત થઈ છે કે પ્રધાનમંત્રી મોદીની સામે કોંગ્રેસ કોને ચૂંટણી લડાવશે? access_time 9:04 pm IST