Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

ગાંધીનગર નજીક રાંદેસણમાં વિધિ કરવાના બહાને બે ગઠિયાએ પાંચ લાખની છેતરપિંડી આચરતા ગુનો દાખલ

ગાંધીનગર:શહેર નજીક આવેલા રાંદેસણ ગામમાં જમીન ધરાવતાં ખેડૂતની જમીન મામલે કોર્ટ કેસ ચાલી રહયો છે અને જેના નિરાકરણ માટે જમીનમાં વિધિ કરવાના બહાને બે શખ્સોએ પાંચ લાખ રૂપિયા વિધિમાં મુકવા પડશે અને ખેતરમાં વિધિ કર્યા બાદ આ પાંચ લાખ રૂપિયા લઈ ફરાર થઈ ગયા હતા. ખેડૂતે આ બન્નેને છેવટે શોધી કાઢયા હતા અને પોલીસને સોંપ્યા હતા. જેના પગલે પોલીસે ગુનો નોંધી બન્નેની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. 

આ ઘટનાની પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર નજીક આવેલા રાંદેસણ ગામમાં રહેતા ઈશ્વરજી ઉર્ફે ટીનાભાઈ બળદેવજી ઠાકોરની ગામમાં સર્વે નં.૧૭૬ દાવાવાળી જમીન આવેલી છે જેમાં કોર્ટ કેસ ચાલતો હોવાથી સગા સંબંધીઓ અને સ્નેહીજનોને વાત પણ કરી હતી. પરંતુ તેનો નિકાલ થતો નહોતો. દરમ્યાનમાં ગત નવેમ્બર મહિનામાં ઈશ્વરજી ઘરે બેઠા હતા તે દરમ્યાન કોઈ રામાભાઈ વાયરમેન નામના વ્યક્તિનો ફોન આવ્યો હતો અને કહયું હતું કે મારી પાસે ધાર્મિક ગુરૂઓ છે અને તમારી રાંદેસણની જમીનમાં ડખા ચાલે છે તે ગુરૂઓ વિધિ કરીને ઉકેલ લાવી આપશે. 

(5:37 pm IST)