Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

સુરતના પાંડેસરામાં ગોડાઉનમાં આગ ભભુકતા દોડધામ: ગભરાયેલ યુવકે પહેલા માળેથી છલાંગ મારતા ઈજાગ્રસ્ત

સુરત:પાંડેસરાના દક્ષેશ્વર મંદિર પાસે પેટ્રોલ પંપ નજીક કન્સ્ટ્રકશન મટીરીયલ્સના ગોડાઉનમાં રવિવારે સવારે અચાનક આગ ફાટી નીકળતા નાસભાગ થઇ ગઇ હતી. ગભરાયેલા અક યુવાને પહેલા માળેથી નીચે છંલાગ મારી હતી તા બીજા યુવાન પાઇપ પરથી નીચે ઉતરતા ઇજા થઇ હતી.

ફાયર બ્રિગેડના સુત્રો પાસેથી મળેલી વિગત મુજબ પાંડેસરામાં દક્ષેશ્વર મંદિર પાસે પેટ્રોલ પંપ નજીક મારૂતી ઇન્ડસ્ટીયલ એસ્ટેટમાં એક માળના મકાનમાં ગ્રાઉન્ડ ફલોર પર કન્સ્ટ્રકશન મટીરીયલ્સનું ગોડાઉન છે. અને પહેલા માળે ત્યાંના ૩૦થી ૪૦ વ્યકિત રહે છે. રવિવારે સવારે ગ્રાઉન્ડ ફલોર પર ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જોત જોતામાં આગ ફેલાતા ધુમાડાના ગોટે-ગોટા નીકળવા માંડયા હતા. જેથી પહેલા માળે રહેતા વ્યકિતઓમાં નાસભાગ થઇ ગઇ હતી. 

(5:35 pm IST)