Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

વડોદરા: ઉમા ચાર રસ્તા નજીક દુકાનમાં ટી શર્ટ બદલાવવા મામલે મહિલાના સંબંધીઓએ દુકાનમાં આવી દુકાનદારોને ઢોરમાર મારતા ફરિયાદ

 વડોદરા:શહેરના વાઘોડિયા રોડ ઉમા ચાર રસ્તા પાસે દુકાનમાંથી ખરીદેલી ટી-શર્ટ બદલવા મુદ્દે મહિલા સાથે ઝઘડો થયા બાદ મહિલાના સંબંધીઓએ દુકાનમાં આવી રાત્રે બે દુકાનદાર ભાઇઓને માર મારી ધમકી આપી હતી. સામે પક્ષે બંને દુકાનદારોએ પણ  મહિલાના કાકા તેમજ અન્યને માર માર્યો હતો.

વારસીયા રીંગ રોડ પરની કમલપાર્ક સોસાયટીમાં રહેતા પરેશ કિશોરભાઇ કેશવાણી ઉમા ચાર રસ્તા પાસે ટી-શર્ટ તેમજ ચશ્માની દુકાન ધરાવે છે. ગઇ કાલે સાંજે એક્ટીવા લઇને એક  મહિલા આવી હતી અને ટી-શર્ટ ખરીદી તે જતી રહી હતી. બાદમાં સાડા દસ વાગ્યાની આસપાસ આ મહિલા ફરી આવી હતી અને મારા પુત્રને ટી-શર્ટ આવતી નથી બદલી આપો તેમ કહેતા દુકાનદાર કિશોરભાઇએ અમે વેચાણ થયેલો માલ બદલી આપતા નથી તેમ કહેતા મહિલાએ બુમાબુમ કરી તારી દુકાન બંધ કરાવી દઇશ તેમ કહી અપશબ્દો બોલી એક્ટીવા લઇને મહિલા જતી રહી હતી. 

(5:33 pm IST)