Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

વડોદરાના ફતેગંજ વિસ્તારમાં મોબાઈલની દુકાનમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડનાર બે શકુનિઓને પોલીસે બાતમીના આધારે ઝડપ્યા

વડોદરા:ફતેગંજ વિસ્તારમાં ધ મોબાઇલ શોપ નામની દુકાનમાં આઇપીએલ મેચ પર સટ્ટો ઝડપાયો હતો. પોલીસે દુકાનદાર સહિત બે વ્યક્તિની ધરપકડ કરી રોકડ, મોબાઇલ, ટીવી સહિત રૃા.૧.૨૩ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ફતેગંજ વિસ્તારમાં શુબાઇલાઇટ હોટલની સામે ઇગલ એપાર્ટેમેન્ટમાં નીચેના ભાગે ધ મોબાઇલ શોપ નામની દુકાનમાં મુર્તુજા કુરબાનહુશેન વાસદવાલા મુંબઇ ઇન્ડિયન અને રાજસ્થાન રોયલ વચ્ચેની મેચમાં મુંબઇના દાવા ઉપર હારજીતનો સટ્ટો રમાડે છે તેવી બાતમીના આધારે પીસીબી તેમજ ડીસીબીના સ્ટાફના માણસોએ દરોડો પાડતા દુકાનમાં બે વ્યક્તિ મળી હતી. પોલીસે ક્રિકેટના સટ્ટા માટે રોકડા રૃા.૧૧૫૦૦, પાંચ મોબાઇલ, ટીવીનું સેટટોપ બોક્સ, એલસીડી મળી કુલ રૃા.૧.૨૩ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

(5:32 pm IST)
  • કોઈપણ સંસદીય બેઠક ઉપર લોકસભાની ચૂંટણીમાં કોઈપણ વિસ્તારના પોલીંગ એજન્ટ તરીકે રહી શકાશેઃ હાઈકોર્ટનો ચુકાદો : કોઈપણ સંસદીય બેઠક ઉપર લોકસભાની ચૂંટણીમાં કોઈપણ વિસ્તારના વ્યકિત પોલીંગ એજન્ટ તરીકે કામ કરી શકશે તેવો હાઈકોર્ટે ચુકાદો આપ્યો છેઃ પોરબંદર પંથકમાંથી હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરવામાં આવ્યા બાદ હાઈકોર્ટે ચુકાદો આપ્યો access_time 4:12 pm IST

  • હાર્દિક પટેલ અને નરેશભાઇ પટેલ વચ્ચે રાજકોટ ખાતેની શુભેચ્છા મુલાકાત-મંત્રણામાં પાસ અગ્રણી અલ્પેશ કથીરીયાની જેલમુકિત-જામીન અંગે ચર્ચા થયાનું એક ખાનગી ટીવી ચેનલે જણાવ્યું છે access_time 4:25 pm IST

  • મોડીસાંજે રાજકોટમાં દોઢસો ફૂટ રિંગ રોડ પર ટીપરવાને વૃદ્ધને અડફેટે લીધા :દોઢસો ફૂટ રિંગ રોડ પર નાગરિક બેન્ક સામે બીઆરટીએસ રોડ ઓળંગવા જતા વૃદ્ધને ટીપરવાને ઉડાડ્યા :108 મારફત હોસ્પિટલે ખસેડાયા access_time 7:37 pm IST