Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

વડોદરા નજીક ખાનગી શાળાની મુલાકાતે પહોંચેલ નેચર વોકના સભ્યોને અજુગતું જાણવા મળ્યું: કુસુમ વૃક્ષ પર બનતા લાખનો ભાવ ઉંચો જાય છે

વડોદરા:કોઈ સરકારી પત્ર,કવર અથવા તો બાકીવેરો વસૂલ કરવા દુકાનોને મારવામાં આવતા સીલ માટે જે લાખનો ઉપયોગ થાય છે તે લાખના ઉત્પાદનમાં ગુજરાત આજથી ૬૦ વર્ષ પહેલા પ્રથમ સ્થાને આવતું હતું. એ સમયમાં લાખના વેંચાણમાંથી દર વર્ષે ગુજરાત સરકારને રુપિયા ૫૦થી ૬૦ લાખની આવક થતી હતી. તેમ, લોકવિજ્ઞાાન કેન્દ્રના ડિરેક્ટર ડો.જિતેન્દ્ર ગવલીનું કહેવું છે.

શહેરની નજીક ૪૦ એકર જમીનમાં ૭૦ હજાર વૃક્ષોથી ઘેરાયેલી ખાનગી શાળાની મુલાકાતે પહોંચેલા નેચરવોકના સભ્યોને ઝાડના થડ પર ચોંટેલા લાખના કીટકો વિશેની માહિતી મેળવી હતી. ડો.ગવલીએ જણાવ્યું કે, કુસુમના ઝાડ પરનું લાખ સૌથી ઉત્તમ ગુણવત્તાનુ ગણાય છે કારણકે તે લાંબો સમય ટકીને ચોંટેલુ રહે તે પ્રકારનું હોય છે. જેથી તેનો ભાવ સૌથી ઉંચો ગણાય છે. આજથી ૬૦ વર્ષ પહેલા એકલુ પંચમહાલ કુસુમના અઢળક વૃક્ષો ધરાવતુ હતું. જો કે હવે ગુજરાતમાં લાખનું ઉત્પાદન સૌથી ઓછુ થતા કૃત્રિમ રીતે લાખ બનાવાનું શરુ કર્યું છે. અલગ-અલગ પ્રજાતિના કીટકો ઝાડના થડ પર બેસીને લાખ સ્વરુપે પોતાના શરીરમાંથી અમુક તત્વો બહાર કાઢે છે. નાની-નાની ગોળીઓ સ્વરુપે રહેલા આ લાખને એક ગઠ્ઠો બનાવી ઓગાળવામાં આવે છે. જેનો ઉપયોગ મોટેભાગે સીલ કરવામાં થાય છે.

(5:32 pm IST)
  • ત્રીજા ચરણમાં ૧૧૬ બેઠકોઃ અડધાથી વધુ બેઠકો ઉપર ભાજપનો કબ્જોઃ આ વખતે રાહ સરળ નથી: કાલે ૧પ રાજયોની ૧૧૬ બેઠક પર મતદાનઃ આ ચરણમાં ભાજપની પ્રતિષ્ઠા દાવ પરઃ જીતેલી બેઠકો જાળવી રાખવા પડકારઃ ત્રીજા ચરણની અડધાથી વધુ બેઠકો ભાજપ પાસે છેઃ કાલે વાયનાડથી રાહુલ ગાંધીના ભાગ્યનો પણ ફેંસલો થશેઃ ર૦૧૪ માં ૧૧૬ બેઠકોમાંથી એનડીએને ૬૭ બેઠકો મળી હતીઃ આમાંથી ૬ર બેઠક પર ભાજપ,૪ શિવસેના અને એક એલજેપીએ જીતી હતીઃ યુપીએને ર૬ બેઠકો મળી હતી જેમાં કોંગ્રેસને ૧૬, રાજદ ર, એનસીપી ૪, મુસ્લિમ લીગ ર, અને ૧ કેરળ કોંગ્રેસને મળી હતી. access_time 3:58 pm IST

  • રાજ્યમાં કથળતા શિક્ષણના સ્તરને લઈને હાઇકોર્ટે લીધી ગંભીર નોંધ: માંગ્યો જવાબ:શિક્ષકો ખાનગી ટ્યુશન કરતા હોવાની પણ લીધી ગંભીર નોંધ ;સરકારી શાળાના કથળતા શિક્ષણ અંગે હાઇકોર્ટ ગંભીર access_time 12:47 am IST

  • ફરીવાર સાધ્વી પ્રજ્ઞા વિવાદી નિવેદનમાં ફસાયા ;કહ્યું અયોધ્યામાં મેં ઉપર ચડીને તોડ્યો હતો વિવાદી ઢાંચો ;ચૂંટણી આયોગે ફટકારી નોટિસ :24 કલાકમાં માંગ્યો જવાબ :આતંકવાદી હુમલામાં શહીદ થયેલ મહારાષ્ટ્ર પોલીસના વરિષ્ઠ અધિકારી હેમંત કરકરે અંગે આપેલ વિવાદી નિવેદન બાદ ભોપાલ સંસદીય સીટના ભાજપના ઉમેદવાર સાધ્વીએ વધુ એક વિવાદી નિવેદન આપ્યું છે access_time 11:33 pm IST