Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

વડોદરાના સોખડામાં મકાનમાં બનાવેલ ગોડાઉનમાંથી પોલીસે દારૂના જથ્થા સાથે બુટલેગરની રંગે હાથે દાહરપક્ડ કરી

વડોદરા:સોખડા ગામે જલારામનગરના એક મકાનમાં ભોંયરુ અને તેની નીચે બનાવેલું ગોડાઉન તાલુકા પોલીસે ઝડપી પાડી દારૃની ૭૨૦૦ બોટલો તેમજ ઘરના આંગણામાં પડેલા ત્રણ વાહનો  પોલીસે કબજે કર્યા  છે જ્યારે દારૃનો જથ્થો સંગ્રહ કરનાર બુટલેગર લાલો માળી ઝડપાયો ન હતો પરંતુ તેની પત્નીની પોલીસે ધરપકડ કરી છે.

પ્રાપ્ત માહિતિ મુજબ જલારામનગરમાં રહેતા લાલો રમેશ માળી નામના બુટલેગરે દારૃનો જથ્થો મંગાવ્યો છે અને ઘરમાં જ બનાવેલા ભોંયરામાં જથ્થો સંતાડયો છે તેવી બાતમીના આધારે તાલુકા પોલીસના સ્ટાફે સવારે દરોડો પાડતા ઘેર લાલો મળ્યો ન હતો પરંતુ તેની પત્ની વર્ષા મળી હતી. પોલીસે ત્રણ રૃમ રસોડાના ઘરમાં તપાસ કરવા છતાં દારૃનો જથ્થો મળ્યો ન હતો. દરમિયાન રસોડામાં તપાસ કરતા ફર્નીચરની નીચે બે ફુટ બાય બે ફુટનું લોખંડના દરવાજાવાળું ભોંયરુ જણાયું હતું. આ ભોંયરાને ખોલીને જોતા તેની નીચે દસ ફુટ બાય દસ ફુટનું ગોડાઉન જણાયું હતું.

(5:31 pm IST)