Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

ગુજરાતમાં ૧૮-૧૯ વર્ષની વય જુથના ૧૦,૦૬,૮૫૫ મતદારોઃ ૧,૬૮,૦૫૪ દિવ્યાંગોઃ ૩૭૧ ઉમેદવારો

આચાર સંહિતા ભંગની ૧૮૬ ફરીયાદો મળીઃ ડો. એસ. મુરલીક્રિષ્ના

 ગાંધીનગર તા.રરઃ લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૧૯ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે ચૂંટણી તંત્ર તથા જિલ્લા ચૂંટણી અધિકારીઓ દ્વારા આગોતરા પગલાં લેવામાં આવી રહ્યા છે.

રાજ્યનાં મુખ્ય નિર્વાચન અધિકારી ડો. એસ.મુરલી ક્રિષ્ણાએ જણાવ્યું હતું કે રાજ્યભરમાંથી ૫૬,૯૦૭ પરવાનેદાર હથિયાર ધારકો પૈકી ચૂંટણીઓ જાહેર થયા બાદ રાજ્યમાં ૫૧,૯૯૫ જેટલાં હથિયારો પોલીસ સ્ટેશનમાં જમા કરાવાયા છે. તેમજ રાજ્યમાં ચૂંટણીની જાહેરાત પછી તકેદારીના ભાગરૂપે ૬૭,૪૧૭ બિનજામીનપાત્ર વોરંટ બજાવવામાં આવ્યા છે. જયારે ૩,૦૩,૩૭૭ વ્યકિતઓ સામે વિવિધ સીઆરપીસી એકટ હેઠળ અટકાયતી પગલાં લેવાાય છે. રાજ્યમાં કુલ ૪,૫૧,૨૫,૬૮૦ પૈકી ૧૮-૧૯ વર્ષની વય જુથના કુલ ૧૦,૦૬,૮૫૫ મતદારો છે. ૧,૬૮,૦૫૪ દિવ્યાંગ મતદારો છે.

મુખ્ય નિર્વાચન અધિકારી, ડો. એસ. મુરલી ક્રિષ્ણાએ કહ્યુ઼ હતું કે, ચૂંટણી ખર્ચ નિયંત્રણ માટે નિમાયેલ વિવિધ ટીમ અને રાજ્ય આબકારી અને નશાબંધી વિભાગ દ્વારા તા. ૨૦-૪-૨૦૧૯ સુધીમાં રૂ. ૫૨૪.૩૪ કરોડની કિંમતનું અંદાજે ૧૩૦.૭૩ કિલો જેટલું Contraband Drugs, રૂ. ૧૧.૧૩ કરોડનો ૩.૯૦ લાખ લિટર દારૂ તેમજ કુલ ૭.૫૮ કરોડ રોકડ અને રૂ. ૧.૮૮ કરોડનું સોનું-ચાંદી જપ્ત કરવામાં આવેલ છે. આમ કુલ જપ્ત થયેલ રોકડ / વસ્તુઓની કુલ રકમ રૂ. ૫૪૪.૯૪ કરોડ થાય છે.

 જપ્ત કરાયેલ રોકડ પૈકી આવકવેરા વિભાગે રૂ. ૬.૯૮ કરોડની રોકડ અને ફલાઇંગ સ્કવોડ તથા સ્ટેટીક સર્વેલન્સ ટીમે રૂ. ૦.૬૧ કરોડની રોકડ જપ્ત કરેલ છે.જેમાં ૧.૦૪ કરોડ સુરત, રૂ. ૯.૦૪ કરોડ વલસાડ, રૂ. ૨.૪૫ કરોડ અમદાવાદ, રૂ. ૧.૨૪ કરોડ રાજકોટ, રૂ. ૦.૫૪ કરોડ વડોદરા, રૂ. ૦.૩૫ કરોડ નવસારી અને રૂ. ૦.૯૭ કરોડ અન્ય જિલ્લાઓમાંથી જપ્ત થયેલ રોકડ રકમનો સમાવેશ થયેલ છે.

આચાર સંહિતા તથા ફરીયાદ નિવારણ

 આચાર સંહિતા ભંગની કુલ ૧૮૬ ફરીયાદો મળેલ છે,  રાજ્યમાં જાહેર ઇમારતો પરથી કુલ ૧,૦૬,૩૫૪ જાહેર ખબરોના પોસ્ટરો, બેનરો, દિવાલો પરના લખાણો, ધજા-પતાકા વગેરે દૂર કરવામાં આવેલ છે,  આ ઉપરાંત ખાનગી ઇમારતો પરથી કુલ ૧૮,૮૧૯ જાહેરખબરોના પોસ્ટરો, બેનરો, દિવાલો પરના લખાણો, ધજા-પતાકા વગેરે દૂર કરવામાં આવેલ છે.(૧.૨૨)

(3:53 pm IST)