Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

પાટણમાં કોંગ્રેસના ઉમેદવાર જગદીશ ઠાકોરના સમર્થનમાં વિશાળ બાઇક રેલી યોજાઇ

પાટણ તા.રરઃ લોકસભાની ચૂંટણીના પ્રચાર -પ્રસારના અંતિમ તબક્કામાં રવિવારના રોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના લોકલાડીલા ઉમેદવાર જગદીશ ઠાકોરના સમર્થનમાં શહેરના પ્રગતિ મેદાન ખાતેથી વિશાળ જનમેદનીની ઉપસ્થિતિ વચ્ચે બાઇક રેલી સાથે રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું.

કોંગ્રેસના ઉમેદવાર જગદીશ ઠાકોરના સમર્થનમાં પ્રગતિ મેદાન ખાતેથી પ્રસ્થાન પામેલી બાઇકરેલી રોડ-શોમાં ઉમેદવાર જગદીશ ઠાકોરનું ઠેર-ઠેર પાટણના નગરજનો દ્વારા ફુલહાર પહેરાવી તેઓનો ભવ્ય વિજય થાય તેવા શુભ આશિર્વાદ પાઠવ્યા હતા. આ બાઇક રેલી રોડ શોમાં ખુલ્લી જીપમાં કોંગ્રેસના લોકલાડીલા ઉમેદવાર જગદીશભાઇ ઠાકોરની સાથે પાટણ અને સિદ્ધપુરના ધારાસભ્યો પણ જોડાયા હતા. પ્રગતિ મેદાન ખાતેથી નિકળેલી આ બાઇકરેલી શહેરના રેલ્વે ગરનાળા, રેલ્વે સ્ટેશન, બગવાડા દરવાજા, હિંગળાચાચર સહિત શહેરના વિવિધ વિસ્તારોમાંથી નિકળી હતી.

(3:30 pm IST)