Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

કાલે ગુજરાતની ૨૬ બેઠકો માટે મતદાન

૨૦૧૪માં ભાજપે તમામ ૨૬ બેઠકો જીતી હતીઃ આ વખતે યુનરાવર્ટન થશે કે નહી સસ્પેન્સઃ ધ્રાંગધ્રા, માણાવદરા, ઉંઝા, જામનગર, (ગ્રામ્ય)ની વિધાનસભાની પેટા ચુંટણી પણ યોજાશે

નવીદિલ્હી, તા.૧૨: વડાપ્રધાન મોદી અને ભાજપના અધ્યક્ષ શાહના ગૃહ રાજય ગુજરાતમાં આવીને ચુંટણી યોજાશે.

ગુજરાતમાં લોકસભાની ૨૬ બેઠકો માટેના પ્રચાર અભિયાનનો રવિવારે સાંજે પાંચ વાગ્યે અંત આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્રમોદીએ ઉતર ગુજરાતમાં પાટણમાં રેલી સંબોધી હતી જયારે ભાજપ પ્રમુખ અમિત શાહે ગાંધીનગર ખાતે રોડ-શો કર્યો હતો. પ્રચાર દરમિયાન રાજયના બે મુખ્ય પક્ષો-શાસકકર્તા ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ વચ્ચે આકરી ગરમાગરમી થઇ હતી. બંને પક્ષોએ ચુંટણીમાં સારો દેખાવ કરવાનો આત્મવિશ્વાસ વ્યકત કર્યો હતો.

ભાજપે ૨૦૧૪ની લોકસભા ચુંટણીમાં ગુજરાતમાં તમામ ૨૬ બેઠક જીતી હતી. આ લોકસભા ચૂંટણીની સાથે ધ્રાંગંધ્રા, માણાવદર, ઊંઝા અને જામનગર (ગ્રામ્ય)ની વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીની સાથે થશે. તલાલાની વિધાનસભા પેટાચુંટણી પણ ૨૩ એપ્રિલના રોજ યોજાવાની હતી. જોકે સુપ્રીમ કોર્ટે તેના પર સ્ટે આપ્યો હતો. ભાજપના સ્ટાર પ્રચારક વડાપ્રધાન મોદીએ અમરેલી, આણંદ, સુરેન્દ્રનગર હિંમતનગર અને જૂનાગઢની સાથે પાટણમાં બેઠક સંબોધી હતી.

કોંગ્રેસના વડા રાહુલ ગાંધીએ વંથલી, કચ્છમાં ભુજ, ભાવનગરમાં સાઉથ ગુજરાતમાં બારડોલી ખાતે હતી. જેમાં સાઉથ ગુજરાતમાં તાપી જિલ્લાની સભાનો પણ સમાવેશ થાય છે. ભાજપના પ્રમુખ અમિતશાહ ગાંધીનગર બેઠક પરથી ઊભા રહ્યા છે, તેમણે બનાસકાંઠા, કોડિનાર છોટા ઉદેપુર જિલ્લા સહિતના વિસ્તારોમાં રેલી યોજી હતી. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ત્રણ સપ્તાહ ચાલેલા પ્રચાર અભિયાનમાં લોકસભાની તમામ ૨૬ બેઠકો આવરી લીધી હતી, જયારે તેમની સાથે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને કેબિનેટના અન્ય સહયોગીઓએ ભાજપ માટે પ્રચાર કર્યો હતો. કોંગ્રેસે ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા નવજોતસિંઘ સિદ્ધ, અભિનેતામાંથી રાજકારણી બનીને તાજેતરમાં ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયેલા શત્રુધ્ન સિંહા અને અભિનેત્રી અમિષા પટેલ મારફત પ્રચાર કર્યો હતો. ગુજરાતમાં ભાજપ તરફથી પ્રચાર કરનારાઓમાં ઉતરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ મુખ્ય હતા. આ ઉપરાંત કેન્દ્રીય પ્રધાન સુષ્મા સ્વરાજ, સ્મૃતિ ઇરાની અને નિર્મલા સીતારામને પણ આક્રમક પ્રચાર કર્યો હતો. પાટીદાર આંદોલનના પ્રણેતા અને કોંગ્રેસ જોડાનારા હાર્દિક પટેલે પણ પક્ષ માટે કેટલાંક સ્થળોએ પ્રચાર કર્યો હતો, પરંતુ જામનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાના તેમના આયોજને ફટકો પડ્યો હતોે. તોફાનોના કેસના કારણે હાર્દિકને ચુંટણી લડવા મળી નથી.

મંગળવારે ગુજરાત ઉપરાંત કરળની ૨૦, ગોવાની બે, દાદરા અને નગર હવેલીની એક અને દીવ તથા દમણની એક-એક બેઠકની ચુંટણી થશે. સાથ તબકકાની ચુંટણીમાં મંગળવારે ત્રીજો તબકકો છે. આ સિવાય આસામમાં ચાર, બિહારમાં પાંચ, છતીસગઢમાં સાત, જમ્મુ-કાશ્મીરમાં એક, કર્ણાટકમાં ૧૪, મહારાષ્ટ્રમાં ૧૪, ઓડિશામાં છ, ઉતરપ્રદેશમાં ૧૦ અને પશ્ચિમ બંગાળમાં પાંચ બેઠકો પર ચુંટણી યોજાશે.

(9:49 am IST)
  • ફરીવાર સાધ્વી પ્રજ્ઞા વિવાદી નિવેદનમાં ફસાયા ;કહ્યું અયોધ્યામાં મેં ઉપર ચડીને તોડ્યો હતો વિવાદી ઢાંચો ;ચૂંટણી આયોગે ફટકારી નોટિસ :24 કલાકમાં માંગ્યો જવાબ :આતંકવાદી હુમલામાં શહીદ થયેલ મહારાષ્ટ્ર પોલીસના વરિષ્ઠ અધિકારી હેમંત કરકરે અંગે આપેલ વિવાદી નિવેદન બાદ ભોપાલ સંસદીય સીટના ભાજપના ઉમેદવાર સાધ્વીએ વધુ એક વિવાદી નિવેદન આપ્યું છે access_time 11:33 pm IST

  • નરેન્દ્રભાઇ મમતાના ગઢમાંથી બીજી બેઠક ઉપરથી ચૂંટણી લડશે ? ગમે તે ઘડીએ જાહેરાત થવાની સંભાવના: અમિતભાઇ કોલકત્તામાં મહત્વની જાહેરાત કરે તેવી ભારે ચર્ચાઃ ટૂંક સમયમાં પત્રકારોને સંબોધશેઃ પશ્ચિમ બંગાળમાં ભારે ચર્ચા છે કે, નરેન્દ્રભાઇ મોદી વારાણસી ઉપરાંત બીજી બેઠક પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના હોમગ્રાઉન્ડ ઉપરથી લડશે access_time 12:33 pm IST

  • વારાણસીમાં નરેન્દ્રભાઈ સામે પ્રિયંકા ગાંધી જુકાવી રહ્યાની જોરશોરથી ચાલો રહી છે ચર્ચા : કોંગ્રેસ જબ્બરદસ્ત દાવ ખેલવાની તૈયારીમાં : દેશભરમાં ભારે ઉત્તેજના : સત્તાવાર જાહેરાત ગમે તે ઘડીએ શક્ય access_time 9:13 pm IST