Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

મારુતિ કૂરિયર દ્વારા મતદાર જાગૃતિ અનોખું અભિયાન:એક પવિત્ર મત ભારતના ભવિષ્યનું નિર્માણ કરશે :પાર્સલ પર ચોંટાડ્યા સ્ટીકર

રોજના બે લાખ પાર્સલમાં સ્ટીકર ચોંટાડી મતદારોને મતાધિકારનો ઉપયોગ કરવાની અપીલ

અમદાવાદ :લોકસભાની ચૂંટણીમાં મતદારોને મત આપવા માટે જાગૃતિ અભિયાન માટે મારુતિ કૂરિયર દ્વારા મતદારોને વોટ આપવા માટે જાગૃતિ લાવવા ઝૂંબેશ શરૂ કરી છે ગુજરાતમાં 23મી એપ્રિલે મતદાન થનાર છે મારુતિ કુરિયર  દ્વારા મતદારોને અપીલ કરી વધુમાં વધુ મતદાન કરવા જણાવ્યું છે  મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત મારુતિ કૂરયિરે રોજના બે લાખ પાર્સલમાં સ્ટીકર ચોંટાડી મતદારોને મતાધિકારનો ઉપયોગ કરવાની અપીલ કરી છે જેમાં પાર્સલ પર ચોંટાડવામાં આવેલા સ્ટીકર પર લખવામાં આવ્યું છે કે તમારો એક મત દેશના ભાવિનું નિર્માણ કરશે

   મારુતિ કૂરિયરના સીઈઓ મૌલિક મુકરિયાએ કહ્યું કે ગુજરાતમાં 400 જેટલા આઉટલેટ પર બેનર અને પોસ્ટર પર લગાવવામાં આવ્યા છે, જેમાં લોકોને વોટ આપવાની અપીલ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે ગુજરાતમાં પહેલી વાર જે યુવાઓ વોટ આપવા જઈ રહ્યા છે તેમને વોટનું મહત્વન સમજાવવા માટે પણ અભિયાન ચાલવવામાં આવ્યું છે. કંપનીના પ્રયાસો છે કે નવા મતદારો લોકતંત્રના મહાપર્વમાં પોતાની ભૂમિકા સમજી-વિચારને નિભાવે. મૌલિક મુકરીયાએ કહ્યું કે મારુતિ કૂરિયરના ચેરમેન રામભાઈની પ્રેરણાથી અભિયાનને વેગવંતુ કરવામાં આવ્યું છે.

  ગુજરાતમા 26 લોકસભા સીટ અને ચાર વિધાનસભા સીટ પર પેટાચૂંટણી યોજવામાં આવી રહી છે. રાજ્યમાં ચાર કરોડ કરતા પણ વધુ મતદારો છે. એક કરોડ 94 લાખ મહિલા મતદારો છે અને 45380 જેટલા પોલીંગ સ્ટેશન છે. લોકસભાની ચૂંટણમાં તમામ સીટો પર કુલ 334 ઉમેદવારો મેદાનમાં છે. ચાર વિધાનસભાન પેટાચૂંટણીમાં 78 ઉમેદવારો મેદાનમાં છે. આ ઉપરાંત આ વખતે 45 લાખ નવા અને યુવા મતદારો છે. મારુતિ કૂરિયરની કોશીશ રહી છે કે વધુમાં વધુ વોટીંગ થાય. ચૂંટણી પંચે કહ્યું છે કે વોટીંગ માટે જે કંપનીઓ પ્રયાસ કરી યોગદાન આપી રહી છે તેમની કામગીરી સરાહનીય બની રહી છે.

(10:45 pm IST)