Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

ભારે કરી :વડોદરામાં કોંગ્રેસનો પ્રચાર કરવા આવેલી અમીષા પટેલે રાજ્યની પ્રગતિના વખાણ કરી નાખ્યા

રોડ શોમાંગુજરાત મોડલના વખાણ કરતા કોંગ્રેસ પાર્ટી અને તેના નેતાઓ મુંજવણમાં મુકાયા

વડોદરા :વડોદરામાં કોંગ્રેસના ઉમેદવારનો પ્રચાર કરવા આવેલી બોલીવુડ એક્ટર અમીષા પટેલએ રાજ્યની પ્રગતિના વખાણ કર્યા હતા અમિષા પટેલે કોંગ્રેસના ઉમેદવાર સાથે બેસીને ગુજરાતમાં બીજેપીના શાસનના વખાણ કર્યા હતા.

   અમીષા પટેલે કહ્યું કે, ગુજરાતે જે પ્રગતિ કરી તે પ્રશાંસાને લાયક છે. આવીજ રીતે ગુજરાતની જેમ દેશના અન્ય રાજ્યો પણ ચાલે તો દેશનો ચહેરો બદલાઇ શકે છે

    એક બાજુ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલગાંધી ગુજરાત મોડલ પર સવાલો ઉભા કરી રહ્યા છે. ત્યારે બીજી બાજુ વડોદરા બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર પ્રશાંત પટેલના રોડ શોમાં અમીષા પટેલે ગુજરાત મોડલના વખાણ કરીને કોંગ્રેસ પાર્ટી અને તેના નેતાઓના મુશ્કેલ પરિસ્થિતિમાં લાવી દીધા છે.

(9:33 pm IST)