Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

પૂનમ માડમના પિતરાઈ ભાઈ નીતિન કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા

લોકસભાની ચુંટણી વેળા કોંગ્રેસમાં જોડાયા : કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમ અને ચિરાગ કલસરિયા સહિતના નેતાઓની હાજરીમાં કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો

અમદાવાદ,તા.૨૧ : જામનગર પંથકમાં લોકસભઆ ચૂંટણીના બે દિવસ પહેલા જ ભાજપમાં ભૂકંપ સર્જાયો છે. જામનગર ભાજપના મીડિયા સેલના સભ્ય અને સાંસદ પૂનમબેન માડમનાં પિતરાઈ ભાઈ નીતિન માડમ કોંગ્રેસમાં જોડાતાં સ્થાનિક રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમ અને ચિરાગ કલસરિયા સહિતના નેતાઓની હાજરીમાં નીતિન માડમે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો, જેને લઇ ભારે ચર્ચા ચાલી હતી.

લોકસભાની ચૂંટણીના ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે જ ભાજપના મહિલા સાસંદ પૂનમ માડમના પિતરાઇ ભાઇ નીતિન માડમ કોંગ્રેસની છાવણીમાં બેસી જતાં ભાજપને મોટો ફટકો મળ્યો છે તો, નીતિન માડમના કોંગ્રેસમાં જોડાવાથી જામનગર અને તેની આસપાસના પંથકોમાંથી કોંગ્રેસને સ્થાનિક મતોને લઇ ફાયદો થઇ શકે તેવુ મનાઇ રહ્યું છે. કોંગ્રેસના પ્રચાર અને રોડ -શો માં પણ નીતિન માડમ જોડાયા હતા અને સ્થાનિક મતદારોને કોંગ્રેસ તરફી મતદાન કરવા અપીલ કરતાં જોવા મળ્યા હતા ત્યારે જામનગર બેઠકને લઇ ભાજપની થોડી ચિંતા વધી હતી.

 નીતિન માડમના જોવાથી કોંગ્રેસને સ્થાનિક કક્ષાએ મજબૂતી મળી છે અને લોકસભા ચૂંટણીમાં તે મહત્વનું સાબિત થાય તેવું મનાઇ રહ્યું છે. જો કે, નીતિન માડમના કોંગ્રેસમાં જોડાવાને લઇ સ્થાનિક રાજકારણ ગરમાયું હતું અને ભાજપની છાવણી આ નવા ડેવલપમેન્ટને લઇ મતોના રાજકારણમાં કયાંક કાચુ ના કપાય તેની મથામણમાં વ્યસ્ત બની હતી.

(9:21 pm IST)