Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

રાજ્યમાં પ્રચાર પડઘમ શાંત :કોઈપણ પક્ષ લાઉડ સ્પીકર વગાડી શકશે નહિ

ગુજરાતમાં 371 ઉમેદવારો મેદાનમાં 4 કરોડ 51 લાખ મતદારો મતનો ઉપયોગ કરશે

અમદાવાદ :લોકસભા ચૂંટણી માટે 23 તારીખે મતદાન થશે, ચૂંટણીના 48 પહેલા પ્રચાર પડઘમ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. રાજ્યમાં ચૂંટણી પંચે પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં હવે પછીની રણનીતિ તથા તૈયારીઓ અંગે માહિતી આપવામાં આવી હતી.


   રાજ્યના ચૂંટણી કમિશનર મુરલીક્રિશ્ચનને પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં તેઓએ જણાવ્યું કે 10 માર્ચે ચૂંટણી તારીખો જાહેર થયા બાદ નોમિનેશન, જાહેરનામું લાગુ થયું હતું. હવે મતદાનના 48 કલાક સાયલન્ટ પીરિયડ લાગુ કરવામાં આવ્યો છે. આ દરમિયાન પ્રચાર પડઘમ શાંત થઇ જશે કોઇ પાર્ટી લાઉડ સ્પીકર વગાડી શકશે નહીં.

આ વખતની લોકસભા ચૂંટણી ગુજરાતમાં 371 ઉમેદવારો મેદાન છે. જેમાં રાજ્યના 4 કરોડ 51 લાખ મતદારો પોતાના મતનો ઉપયોગ કરશે

(6:57 pm IST)