Gujarati News

Gujarati News

News of Sunday, 22nd April 2018

હાઇકોર્ટનું તારણ : અેક પણ સાક્ષીને માયા કોડનાનીની કાર નંબર ખબર નથી : ટ્રાયલ કોર્ટે સાક્ષીઓના નિવેદનોમાં પુરાવાઓનો તફાવત ધ્‍યાનમાં લીધા વિના સ્‍વીકારી લીધા હતા: રમખાણ સમયે માયાબેન કારમાં આવ્‍યા અને નિકળી ગયા તો પછી તે રમખાણોમાં હાજર કઇ રીતે રહ્યા હોય ?

અમદાવાદ: શુક્રવારના રોજ ગુજરાત હાઈકોર્ટે ભાજપના પૂર્વમંત્રી માયા કોડનાનીને 2002ના નરોડા પાટિયા હત્યાકાંડના કેસમાં શંકાના આધારે નિર્દોષ છોડ્યા હતા. હાઈકોર્ટે સવાલ પુછ્યો હતો કે, એક પણ સાક્ષીને માયા કોડનાનીના વાહનનો નંબર કેમ યાદ નથી?

જસ્ટિસ એચ.એન.દેવાણી અને જસ્ટિસ એ.એસ.સુપેહિયાનની પીઠે પોતાના 3422 પાનાના ઓર્ડરમાં કહ્યું કે, 6 સાક્ષીઓએ દાવો કર્યો છે કે માયા કોડનાની તેમની સફેદ કલરની મારુતિ ફ્રંટી કારમાં આવ્યા હતા પણ તેમણે કારનો નંબર નથી જણાવ્યો.

હાઈકોર્ટનું માનવુ છે કે ટ્રાયલ કોર્ટ દ્વારા દરેક સાક્ષીઓના નિવેદનોને પુરાવાઓનો તફાવત ધ્યાનમાં લીધા વિના સ્વીકારી લેવામાં આવ્યા હતા. કોર્ટે જણાવ્યું કે, જો તે જ સમયે માયાબેન કારમાં આવ્યા અને નીકળી ગયા તો પછી તે રમખાણોમાં હાજર કઈ રીતે રહ્યા હોય?

કોર્ટે જણાવ્યું કે, અમુક સાક્ષીઓએ કહ્યું કે માયા કોડનાની કારમાં એકલા આવ્યા હતા, જ્યારે અમુક સાક્ષીએઓ જણાવ્યું કે તેમની સાથે તેમના PA હતા. અમુક સાક્ષી કહે છે કે, તેમની સાથે બિપીન પંચાલ, મુરલી સિંધી અને ગુડ્ડુ છારા પણ હતા.

કોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું કે, માયા કોડનાની પાસે તે સમયે કાર હતી કે નહીં, અથવા તો જે તે સમયે માયા કોડનાની પાસે કઈ કાર હતી તે જાણવાનો કે પછી કારને ટ્રેસ કરવાનો SITએ પ્રયત્ન જ નથી કર્યો. સાક્ષીઓના નિવેદનોને આધારે પુરાવા ભેગા કરવાનું કામ SITનું છે.

(4:48 pm IST)