Gujarati News

Gujarati News

News of Sunday, 22nd April 2018

હાય રે કળિયુગ :પાટણમાં દીકરાએ કર્યો માતા પર બળાત્કાર :સબંધો હાય રે કળિયુગ :પાટણમાં દીકરાએ કર્યો માતા પર બળાત્કાર :સબંધો શર્મસાર ર લાગ્યું લાંછન

પાટણ: હવે ખરેખર હદ થઇ ગઈ ખરેખર હવે બહુ થયું, દેશનું દુર્ભાગ્ય છે કે દેશમાં આસિફા સિવાય પણ એવી કેટલીક માતા-બહેન છે કે જે બળાત્કારનો ભોગ બને છે ઘણી વખત તો સંબંધો પર લાંછન લાગે તેવી ઘટનાઓ સામે આવે છે. પિતા દ્વારા પુત્રી પર બળાત્કાર, કાકા દ્વારા ભત્રીજી પર બળાત્કાર જેવી અનેક ઘટનાઓ રોજબરોજ સામે આવી રહી છે. ત્યારે પાટણમાં સગા પુત્રએ જ માતા પર બળાત્કાર કર્યો હોવાનું સામે આવ્યું છે. જેને લઈને સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.

   ઘટના પાટણના જળચોક વાડીયાવાસ વિસ્તારમાં બની છે. કે જ્યાં 22 વર્ષીય સગા પુત્રએ માતા સાથે બળાકત્કાર કર્યો છે. અને માતા-પુત્રના પવિત્ર સંબંધને શર્મશાર કર્યો છે. જેને લઈને આસપાસના લોકોમાં પણ ખળભળાટ મચી ગયો છે. માનસીક વિકૃત મગજના યુવાને મધ્ય રાત્રે માતા જ્યારે નિદ્રામાં હતી તે દરમિયાન તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. જો કે સમગ્ર મામલે પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય છે. જેથી પોલીસે માતા અને પુત્રના મેડીકલ ચેકઅપની તજવીજ હાથ ધરી હતી. આ યુવાન ગામની મોબાઈલની દુકાનમાં નોકરી કરતો હતો. જો કે આ મામલે ગામ લોકો કશું જ બોલવા માટે તૈયાર નથી.

   આમ રાજ્યમાં દિવસેને દિવસે બળાત્કારની ઘટનાઓ સામે આવી રહી છે. દિવસ ઉગે અને એક બળાત્કારની ઘટના સામે આવે છે. ત્યારે આવા દોષિતોને એવી સજા થવી જોઈએ કે બીજા પણ આવા અડપલા કરતા પહેલા 1000 વખત વિચારે.

(7:50 pm IST)