Gujarati News

Gujarati News

News of Sunday, 22nd April 2018

ભરૂચ કરજણ હાઇવે પર ટેમ્પોનું ટાયર ફાટતા પાછળ આવતી કાર ધડાકાભેર અથડાતા એકનું મોત :બે ને ઇજા

અકસ્માતથી ટેમ્પો પલ્ટી મારી ગયો હતો.:કારનો કચરઘાણ વળ્યો

વડોદરાથી ભરૂચ વચ્ચે કરજણ નજીક નેશનલ હાઈવે નંબર- 48 ઉપર આવેલા દેથાણ ગામ પાસે હાઈવે ઉપરથી પસાર થઈ રહેલા ટેમ્પો નંબર જીજે 06, ઝેડઝેડ 9034નું ટાયર ફાટ્યું હતું. જેના કારણે તેના ચાલકે સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવ્યો હતો. દરમિયાન પાછળથી આવી રહેલી કાર નંબર જીજે 15 સીજી 6446 ટેમ્પોની પાછળ કાર ધડાકાભેર ભટકાઇ હતી. અકસ્માત થતાની સાથે જ ટેમ્પો પલ્ટી મારી ગયો હતો. જ્યારે કારનું કચરઘાણ વળી ગયું હતું. અકસ્માત સ્થળે લોકો દોડી આવ્યા હતા. લોકોએ કારમાં ફસાઇ ગયેલા લોકોને બહાર કાઢ્યા હતા.

  ગમખ્વાર અકસ્માતમાં એકનું સ્થળ પર મોત નીપજ્યું હતું. જ્યારે મહિલાનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અન્ય બે વ્યક્તિઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. આ બનાવને પગલે હાઇવે ઉપરનો ટ્રાફિક વ્યવહાર પણ ખોરવાઇ ગયો હતો. આ બનાવ અંગે કરજણ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

(7:37 pm IST)