Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

રાજપીપળા નગરજનો આનંદો : ટુંક સમયમાં શહેરના ધૂળિયા માર્ગો નવા બનશે

સંતોષ ચાર રસ્તા પાસે નવું ગરનાળુ બનતા આસપાસનાં રહીશોની વર્ષો જૂની સમસ્યાનો અંત આવ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં રાજપીપળાનો એકમાત્ર નગરપાલિકામાં જ્યારથી યુવા પ્રમુખે સુકાન સંભાળ્યું છે ત્યારથી અનેક વિકાસનાં કામો થઈ રહ્યા છે અને હજુ વર્ષો જૂની સમસ્યાઓ દૂર થાય તે માટે પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ પ્રયત્નશીલ છે.
  ઘણા વર્ષથી રાજપીપળા રાજેન્દ્ર નગર સોસાયટી અને આસપાસ નાં લોકોની ગટર ની સમસ્યા હોય જેમાં સંતોષ ચાર રસ્તા પાસેના દુકાનદારો ને પણ ગટર બાબતની ફરિયાદ હોવાથી વર્ષો જૂની આ સમસ્યા નાં હાલ માટે સંતોષ ચોકડી પર માર્ગને ક્રોસ કરતું ગરનાળુ ઊંચું કરાતા હવે આ સમસ્યા નો અંત આવ્યો છે અને સ્થાનિકો પણ આ વર્ષો જૂની સમસ્યા માંથી મુક્તિ મળતાં પાલિકા પ્રમુખની કામગીરી ને બિરદાવી રહ્યા છે
- પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલે જણાવ્યું કે સંતોષ ચોકડી પર પાણી અને કચરો ભરાવાની વર્ષોથી બુમ હતી તેને દૂર કરવા પાલિકા દ્વારા ત્યાં ગરનાળુ ઊંચું કરવામાં આવ્યું હોય આ સમસ્યા માંથી હવે છુટકારો મળશે, તેમજ શહેરના ખોદાયેલા માર્ગો પર પણ હાલમાં ડામર ની કામગીરી ચાલુ કરી હોય જેમાં ટુંક સમયમાં શહેરના માર્ગો બનતા લોકોને પડતી તકલીફ દૂર થશે.
- સંતોષ ચોકડી પાસે આવેલ પારસી ટી સેન્ટર નાં માલિક સ્મિત ઇલાવિયા દ્વારા ત્યાં સ્વચ્છ અને ઠંડા પાણીની પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી હોવાથી ઉનાળા ની ગરમી માં લોકોને મોટી રાહત મળશે.

   
(10:17 pm IST)