Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

એમએસએમઇની સંખ્‍યા બાબતે ગુજરાત ચોથા નંબર પર

મહારાષ્‍ટ્ર નંબર ૧, તમિલનાડુ બીજા અને યુપી ત્રીજા નંબર પર

અમદાવાદ, તા.૨૨: સંસદના વર્તમાન સત્રમાં કેન્‍દ્ર સરકાર દ્વારા અપાયેલ આંકડાઓ અનુસાર દેશમાં માઇક્રો, સ્‍મોલ અને મીડીયમ એન્‍ટરપ્રાઇઝની સંખ્‍યા બાબતે ગુજરાત, મહારાષ્‍ટ્ર, તમિલનાડુ અને ઉત્તરપ્રદેશ પછી ચોથા નંબર પર આવે છે.

ગુજરાતમાં ૧૧.૨૬ લાખ એમએસએમઇ રજીસ્‍ટર્ડ થયેલા છે જે દેશભરમાં રજીસ્‍ટર્ડ થયેલા ૧.૪૮ કરોડના ૭.૫ ટકા છે.

એમએસએમઇ ક્ષેત્રમાં મહિલા ભાગીદારી અંગે પુછાયેલ એક પ્રશ્‍નના જવાબમાં કેન્‍દ્ર સરકારે કહ્યું કે એમએસઇ-સીડીપી (માઇક્રો એન્‍ડ સ્‍મોલ એન્‍ટરપ્રાઇઝીસ કલસ્‍ટર ડેવલપમેંટ પ્રોગ્રામ) હેઠળ ૧૬ કોમન ફેસીલીટી સેન્‍ટરો મંજૂર કરાયા છે અને બેનું કામ પુરૂ થયુ છે. જયારે બે ઇન્‍ફ્રાસ્‍ટ્રકચર ડેવલપમેન્‍ટ સેન્‍ટરો મંજૂર કરાયા છે.સરકારના આંકડાઓ અનુસાર, ગુજરાતમાં ૫૦૧૩૧ સ્‍મોલ, ૪૯૨૫ મીડીયમ અને ૧૦,૭૧,૮૪૦ માઇક્રો એન્‍ટરપ્રાઇસીઝ છે. જેમાં મહિલા લાભાર્થીઓની સંખ્‍યા અનુક્રમે ૫૧૪૦, ૧૧૨૩૦ અને ૧૦૨૬૩ છે.

(4:39 pm IST)