Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

નવસારીમાં હવે તો માત્ર કોળી સાંસદ :'કોંગ્રેસ હોય કે ભાજપ, કોળી નહીં તો કોઇ નહીં': લાગ્યા બેનરો

નવસારીમાં પોતાના સમાજના ઉમેદવારોને ટિકિટ ન મળતા કોળી સમાજે રોષે ભરાઇ બેનરો લગાવ્યા

 

લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થતા અલગ અલગ પ્રકારે રાજનીતિ શરૂ થઇ છે ભાજપે પોતાના ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી છે. જેમાં પોતાના માનીતા નેતાઓના નામ આવતા અલગ અલગ સમાજોમાં રોષ ફેલાયો છે. અને બૅનરોની રાજનીતિ થઇ છે ત્યારે નવસારીમાં પણ પોતાના સમાજના ઉમેદવારોને ટિકિટ મળતા કોળી સમાજે રોષે ભરાઇને બેનરો લગાવ્યા છે

   નવસારી લોકસભા વિસ્તારમાં કોળી સમાજ દ્વારા પોતાના ઉમેદાવારનું નામ આવતા રોષ ફેલાયો હતો.અને રસ્તા ઉપર ભાજપ કે કોંગ્રેસ કોળી સમાજ નહીં તો કોઇ નહીં એવા બેનલો લગાવી રોષ વ્યક્ત કર્યો હતો.

   બેનરમાં જણાવ્યા પ્રમાણે કોંગ્રેસ હોય કે ભાજપ નવસારી લોકસભામાં કોળી ઉમેદવાર ને ટિકિટ, કોળી ઉમેદવાર ચાલશે . કોળી નહીં તો કોઇ નહીં અને મત માત્ર કોળીને એવા સ્લોગનો લખવામાં આવ્યા છે. બેનરમાં જણાવ્યા પ્રમાણે કોંગ્રેસ હોય કે ભાજપ નવસારી લોકસભામાં કોળી ઉમેદવાર ને ટિકિટ, કોળી ઉમેદવાર ચાલશે . કોળી નહીં તો કોઇ નહીં અને મત માત્ર કોળીને એવા સ્લોગનો લખવામાં આવ્યા છે.

   ઉપરાંત બેનરના છેલ્લે લખ્યું છે કે, કોળી સમાજ માંગે.. હવે તો માત્ર કોળી સાંસદ.

(1:27 am IST)