Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

લોકસભા ચૂંટણી માટે પ્રવીણ તોગડીયાની હિન્દુસ્તાન નિર્માણ દળના 41 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર

કચ્છમાં પ્રવીણ ચાવડા,સુરેંદ્ર્નગરમાંથી લાલજીભાઈ દેકાવાડીયા જૂનાગઢમાંથી ગોપાલ મોવલિયા સહીત ગુજરાતના 9 ઉમેદવાર જાહેર

અમદાવાદ: વિશ્વ હિન્દુ પરિષદમાંથી બાદ ડો, તોગડિયાએ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સ્થાપના કરી હતી.તાજેતરમાં  હિન્દુસ્તાન નિર્માણ દળ નામની રાજકીય પાર્ટીની બનાવી હતી. લોકસભાની ચૂંટણી માટે પ્રવિણ તોગડિયાએ હિન્દુસ્તાન નિર્માણ દળના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે.

લોકસભા ચૂંટણીમાં હિન્દુસ્તાન નિર્માણ દળના 100 બેઠકો પર ચૂંટણી લડશે. પ્રવિણ તોગડિયાએ હિન્દુસ્તાન નિર્માણ દળના કુલ 41 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાંથી 9 ઉમેદવારો ગુજરાતના નામ પણ જાહેર કરાયા છે.જેમાં ગાંધીનગર - અમરીશ પટેલ,અમદાવાદ પૂર્વ - ઋષિ વેકરીયા,અમદાવાદ પશ્ચિમ - આર.કે ચૌહાણ,કચ્છ - પ્રવિણ ચાવડા,સાબરકાંઠા - હસમુખ પટેલ,સુરેન્દ્રનગર - લાલજીભાઈ દેકાવાડીયા,જુનાગઢ - ગોપાલ મોવલીયા,પંચમહાલ - વિજય સિંહ રાઠોડ અને દાહોદ - રામસિંગ કાલારાને ટિકિટ આપી છે

  તોગડિયાએ ઉમેદવારોની યાદી જાહેર કરતા કહ્યું કે, હાથમાં સત્તા નથી છતાં પણ 32 વર્ષથી લોકો માટે પ્રચાર કર્યો હતો અને લોકોને જીતાડ્યા હતા. તોગડિયાએ લોકસભાની ચૂંટણી માટે કહ્યું કે, અયોધ્યા મેં રામ, કિસાનો કો દામ, યુવાઓ કો કામ, સૈનિકો કા સન્માન, વેપારીઓ કા માન અને અબકી બાર હિન્દુ કી સરકાર.

(12:18 am IST)