Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

ધુળેટી પર્વે અંબિકા નહાવા ગયેલ આર્મી જવાનનું ડૂબી જતા કરૂણ મોત :વિજલપોરના બોરી પરિવારમાં કરુણ કલ્પાંત

પૂનામાં ફરજ બજાવતા આર્મીમેન સુશીલ બોરી ધુળેટીની રજા માણવા આવેલ

 

નવસારી ;ધુળેટી પર્વે રજા માણવા આવેલ સુશીલ બોરી નામના જવાનનું નદીમાં ન્હાવા જતા પગ લપસતા ડૂબી જવાથી મોત નીપજ્યું હતું.

  અંગેની વિગત વિજલપોરના સુશીલ બોરી નામના જવાન મુજબ મહારાષ્ટ્રના પૂનામાં આર્મી જવાન તરીકે ફરજ બજાવે છે ધુળેટીની 2 દિવસની રજા માણવા આવેલ જવાન બપોર સુધી ઘરમાં અને મિત્રો સાથે ધુળેટી પર્વ ઉજવ્યા બાદ મિત્રો સાથે નવસારીના ઉના ગામે સાંઈ મંદિરે દર્શને ગયા હતા, અને બાદ મટવાડ ગામેથી પસાર થતી અંબિકા નદીમાં ન્હાવા ગયા હતા. તે દરમિયાન આર્મી જવાનનો પગ લપસી જતા આર્મી જવાનનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું.

ઘટનાની જાણ પરિવારમાં કરુણકલ્પાંત સર્જાયો હતો  મૃતક આર્મી જવાનના ઘરમાં માતા-પિતા પત્ની અને એક બાળકીને છે, અને મૃતક આર્મીના મોટાભાઈ પણ આર્મી જવાન તરીકે ફરજ બજાવે છે.

(12:15 am IST)