Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

ગાંધીનગર સીટ પર ભાજપ

૧૯૮૯ બાદ કોંગ્રેસને ક્યારેય જીત મળી નથી

૨૦૧૯ની લોકસભા ચૂંટણીને લઇ ભાજપ દ્વારા પ્રથમ તબક્કાની ઉમેદવારોની યાદી જાહેર કરાતાં ગુજરાત સહિત દેશભરમાં ખળભળાટ મચી ગયો છે અને રાજકારણમાં પણ ભારે ઉત્તેજનાભર્યો માહોલ છવાયો છે. ગાંધીનગર સીટની સાથે સાથે નીચે મુજબ છે.

ભાજપ તેની નીતિ બદલી, વૃધ્ધોને સ્થાન નહી

   અડવાણી સિવાય ડૉ.મુરલી મનોહર જોશી, ભગત કોશિયારી, શાંતા કુમાર અને બી.સી. ખંડૂરીને પણ ભાજપે ટિકિટ આપી નથી. ઉલ્લેખનીય છે કે, ૨૦૧૪માં ભાજપે ૭૫ વર્ષ વટાવી ચૂકેલા નેતાઓ ચૂંટણી નહીં લડી શકે એવી જાહેરાત કરી હતી. જેના કારણે ગુજરાતમાંથી આનંદીબેન પટેલને વય મર્યાદાને કારણે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવું પડ્યું હતું. આનંદીબેનના રાજીનામાં બાદ ભાજપે ફેરવી તોળી ૨૦૧૯ની ચૂંટણીમાં જાહેરાત કરી છે, ૭૫ની વય વટાવી ચૂકેલા નેતાઓ ચૂંટણી લડી શકશે પણ કોઈ જવાબદારી આપી શકાશે નહીં.

ગાંધીનગર બેઠક પર અઢી દાયકા સુધી અડવાણીનો દબદબો રહ્યો

   સને ૧૯૮૯ માં ગાંધીનગર બેઠક પર ભાજપની જીતનો પાયો નાંખનારા પૂર્વ મુખ્યમંત્રી શકરસિંહ વાઘેલાએ અડવાણી માટે આ બેઠક છોડી દીધી હતી. ત્યાર બાદ ૧૯૯૧માં અડવાણી આ બેઠક પરથી ચૂંટાઈ આવ્યા હતા. આમ અડવાણીને વાઘેલાએ આપેલી બેઠક શિષ્ય અમિત શાહે ઝૂંટવી લીધી છે. ૧૯૯૧ બાદ આ બેઠક પરથી એક વખત(૧૯૯૬માં)વાજપેયી જીત્યા હતા. ત્યારબાદ ૧૯૯૮, ૧૯૯૯, ૨૦૦૪, ૨૦૦૯ અને ૨૦૧૪ સુધી અડવાણી સતત પાંચવાર સહિત કુલ છ વાર જીત્યા હતા.

ગાંધીનગર બેઠક પરથી ૧૯૮૯ બાદ ક્યારેય કોંગ્રેસ જીતી નથી

   ગાંધીનગર લોકસભાની પ્રથમ ચૂંટણી ૧૯૬૭માં થઈ હતી જેમાં કોંગ્રેસના સોમચંદ સોલંકી વિજેતા થયા હતા તે પછી ૧૯૭૧માં પણ સોમચંદ સોલંકી ફરીથી જીત્યા હતા. ૧૯૭૭માં ભારતીય લોકદળના પરસોતમ માવલંકર વિજેતા થયા હતા તે પછી ૧૯૮૦માં કોંગ્રેસના મહિલા અમીતાબેન પટેલ જીત્યા હતા. ૧૯૮૪માં કોંગ્રેસના જીઆઈ પટેલ વિજેતા થયા અને ૧૯૮૯માં સૌપ્રથમ વખત ભાજપમાંથી શંકરસિંહ વાઘેલા ગાંધીનગર લોકસભા બેઠક પર જીત્યા હતા. ત્યારબાદ તેમણે ૧૯૯૧માં અડવાણી માટે આ બેઠક ખાલી કરી હતી. એ પછી ભાજપની જીતનો સિલસિલો આજદિન સુધી ચાલુ રહ્યો છે.

(7:57 pm IST)